________________
મારા જ્યેષ્ઠ બંધુ છે, વિચાર કરવામાં ચતુર છે માટે આપ વિચાર કરી કહે કે મારે ત્યાં શી રીતે જવું અને મને તે શી રીતે મળે.
બળદેવે કહ્યું કે આમાં વળી વિચાર શો કરે. સર્વ સારૂં થશે. અહિંયા કેઈને પણ ખબર ન પડે તેવી રીતે આપણે બેય જણાંએ ત્યાં જવું. પણ જે આ વાતની ખબર સત્યભામાને પડશે તે તે નક્કી વિબ્રજ કરશે માટે ખબર ન પડે તેમ જાવું. આવી રીતે બેય જણું સલાહ કરી સર્વ આયુધોથી સંપન્ન થયેલા રથમાં બેસી વિદાય થયા, ઘણેક દૂર ગયા ત્યારે બલદેવે કહ્યું કે હે કૃષ્ણ! થતા સ્વર સાંભળે. માર્ગમાં ડાબી બાજુ શબ્દ કરનારી આ દુગ કુશલ સૂચવે છે. પુનઃ દક્ષિણ બાજુ આવી શબ્દ કરે છે તેથી ધારેલા કાર્યની સિદ્ધિ સૂચવે છે. આ નીલ પક્ષી ડાબી બાજુથી દક્ષિણ બાજુ આવે છે. તેથી નિચે કાર્ય સિદ્ધિ થશે એમ આ પક્ષી ચેતવે છે. આ ભૈરવપક્ષી શુષ્ક તળાવમાં ઉભી વિરસ શબ્દ કરે છે તેથી એમ જણાવે છે કે શત્રુની સાથે ઉગ્ર યુદ્ધ થશે. એવી રીતે શુકને જોતાં જોતાં, પરસ્પર પ્રેમવાર્તા કરતા કરતા કૃષ્ણ બલદેવ કેટલાક દિવસે વિદર્ભ દેશમાં પ્રાપ્ત થયા. ત્યારપછી અનુક્રમે કુંડીનપુરમાં આવી ઇંતે નશાની આપેલા ઉદ્યાનમાં આવી પહોંચ્યા. બન્ને ભાઈઓ રથમાંથી ઉતરી અશોક વૃક્ષની તળે અતિ ઉત્તમ સેવંછ પાથરી કૃષ્ણબલદેવ સુખેથી બેઠા. અતિ સ્વાદિષ્ટ ફલે ખાઈ તથા વાવનું અતિ શીતલ જલપાન કરી કૃષ્ણબલદેવ વિશ્રાંતી લેવા લાગ્યા.