________________
૩૭ વૃક્ષ છે. તેની ઉપર બાંધેલી મનહર તથા યુવાન પુરૂષોને સમાગમ કરવામાં રાગ સૂચવતી ધજા છે. તે સ્થળે બલદેવ સહિત તમારે આવી સ્થિર રહેવું. જરા પણ વિલંબ ન કરશે. રૂમિણી વિવાહ યોગ્ય વસ્ત્રાભરણદિકથી અલંકૃત થઈ અર્ચાની સામગ્રી ગ્રહણ કરી માતા પિતાને તથા જેષ્ઠ બંધુ રૂકિમકુમારને છેતરી પિતાની ફઈ સહિત કામદેવની પૂજા નિમિત્તથી ત્યાં આવશે. માઘ માસની શુકલ અષ્ટમીના લગ્ન છે તે ઉપર શિશુપાળની સાથે તમારે સંગ્રામ થશે એ વાત તમારે પ્રથમથી જ ધ્યાનમાં રાખવી. યુદ્ધમાં તેને જીત્યા પછી તમારે રૂકિમણીનું ગ્રહણ કરી જવું.
આવી રીતે દૂતનાં વચન શ્રવણ કરી મનમાં હર્ષ પામેલા કૃષ્ણ અન્યોક્તિપૂર્વક પદ રચનાવાળી એક પત્રિકા લખી, જેમકે :
કે હંસિ? તું મનમાં ધૈર્ય રાખજે, જરા પણ મનમાં ઉતાવળ કરીશ નહિ. તારે સદા સદા સમાગમને અભિલાષી હું હંસ સત્વર આવું છું. કમલ પત્રને સદા ભેગી હંસ, કાકપત્નીના સમાગમમાં કદાપિ આનંદ પામે જ નહિ. હે નાગવદ્વિ? તું મારા વિના નીરંગ (રંગ વગરની) થઈ છે, માટે પરિવાર સહિત રંગ આપનાર હું રંગ આ પગલે આવું છું.”
આવી રીતે પત્ર લખી ડૂતને આપ્યો અને દૂતને મિષ્ટાન્ન જમાડી અલંકારાદિક આપી વિદાય કર્યો. એકાંતમાં બલદેવને બેલાવી સર્વ હકીકત કહી બતાવી. કૃષ્ણ કહ્યું કે આપ