________________
' આમ આશીર્વાદ આપી નારદમુનિ ત્યાંથી ગમનશીલ થયા. હે કૃષ્ણ રાજન! આપના વિયેગને લીધે રૂકિમણની થયેલી ચેષ્ટાઓનું વર્ણન કરું છું તે સાંભળે. તમારા વિરહરૂ૫ અગ્નિની પીડાને લીધે તે પ્રમદાને અન્ન ઉપર રૂચી થતી નથી. કોપાયમાન થયેલી રૂકિમણને નિદ્રા પણ ક્યાંય જતી રહી છે. અતિ શીતલ ચંદ્રની પ્રભા પણ શીતલતાના બદલે ઉષ્ણતાજનક થાય છે. ચંદનને રસ તેના શરીરને સ્પર્શ થતાં જ સૂકાઈ જાય છે. પણ મહારાજ ! કેવળ તમારા નામમંત્રના જપ મહામ્યથી જ તે જીવે છે એ નિઃસંશય છે. આવી રીતે સર્વ હકીકત મેં આપની રૂબરૂ કહી બતાવી છે. હે રાજન ! સ્વામીના કાર્યની ખરી હકીકત કહેવી એ અમારા જેવા તેનું મુખ્ય કામ છે. માટે હવે પછી આપને જેમ યોગ્ય લાગે તેમ કરે. પણ આ કાર્યમાં જરા પણ વિલંબ કરવાથી સર્વ કાર્ય નષ્ટપ્રાય થઈ જશે. મહારાજ ! તૈયાર થયેલી રસોઈમાં વિલંબ કોણ કરે?
કૃષ્ણ દૂતને પૂછ્યું કે હું બલદેવ સહીત સત્વર આવું છું પણ ત્યાં આવી મારે ક્યાં ઉભું રહેવું અને તેને સમાગમ શી રીતે થશે? તથા તેણીના લગ્ન કયા માસમાં કયે દિવસે છે? વક્તાજનોમાં શિરમણ સમાન તથા બુદ્ધિશાળી તે દૂત પિતાના ચિત્તમાં સ્વામીનું વચન ધારી બે. મહારાજ? ત્યાં વિવિધ વિવિધ વૃક્ષોથી વિરાજમાન, અનેક પક્ષીઓથી આશ્રય કરાયેલું પ્રમદ નામે ઉદ્યાન છે. તે ઉદ્યાનમાં સુંદર આકૃતિવાળી કામદેવની મૂર્તિ સ્થાપેલી છે. તેની આસપાસ અનેક શાખાઓથી વિસ્તાર પામેલ કલ્યાણકારક અશોક