________________
૩૫
રૂકિમકુમાર પિતાના નગરમાં આવ્યો. માતાપિતાના લોચનને શાંત કરનાર ચંદ્રમા સમાન રૂકિમકુમારે માતાપિતાને તથા પિતાની ફઈને પ્રણામ કરી વાતચીત કરતાં કરતાં કહ્યું કે હું શિશુપાલને મારી ભગિની રુકિમણીને આપી આવેલ છું. આ વચન સાંભળી ભીષ્મરાજાએ તે વાત કબૂલ કરી. હે કૃષ્ણ! પિતાના પરાક્રમી પુત્રે કરેલા કાર્યને, કે બુદ્ધિશાળી પુરૂષ ન સ્વીકારે? એટલા સમયમાં ફરતા ફરતા નારદમુનિ ભીષ્મરાજાની સભામાં આવ્યા રાજાને વચનામૃતથી તૃપ્ત કરી ત્યાંથી ઉઠી રાજાના અંતપુરમાં ગયા તે સમયે નારદમુનિ, પ્રણામ કરતી શ્રીમતિને તથા રાજાની બેનને યોગ્ય આશીર્વાદ આપી રૂકિમણના ઘરમાં ગયા. આવતા મુનિને જોઈ રુકિમણું સત્વર આસન ઉપરથી ઉઠી મુનિના પાદપક્વમાં શિષ નમાવી પ્રણામ કર્યા. ત્યારે મુનિએ ભીષ્મરાજાની બેનને પૂછયું કે આ કોની પુત્રી છે? એમ પૂછવાથી રુકિમણીની ફઈ બેલી કે મહારાજ! ભીમરાજાની આ પુત્રી છે અને રૂકિમકુમારની નાની બેન છે.
આમ સાંભળી આનંદ પામેલા મુનિએ તેને આશીર્વાદ આપે કે, હે મહા ભાગ્યશાળી રુકિમણી! સેરઠદેશમાં રહેલી શ્રી દ્વારિકા નગરીના સ્વાસી, શ્રી નેમિનાથના બંધુ, ભરતાદ્ધ ચકવતી, પિતાના શત્રુ કંસને દમન કરનાર, કાજળ સમાન સ્વચ્છ કાંતિવાળા, પીતાંબર ધરનારા, પાંચજન્ય શંખને વજાવનારા નંદક નામના ખડગને તથા કૌમુદી ગદાને ધારણ કરનાર ચાર ભુજાથી વિરાજમાન, સહા પરાક્રમી કૃષ્ણ નામના પતિને તું પ્રાપ્ત થા.