________________
૩૪
હૃત બે , મહારાજ, આપ શ્રવણ કરે. હું પ્રથમથી જ વાત કહું છું.
આ ભૂમિમાં લક્ષ્મીથી આશ્રિત થયેલ કલ્યાણકારક વિદર્ભ દેશમાં અતિ પરાક્રમી ભીમ નામે રાજા છે, તેને
રૂકિમ નામે પુત્ર અને રુકિમણી નામે પુત્રી છે. શત્રુ ઉપર ( ચડાઈ કરવા તૈયાર થયેલા ચેદિ દેશના ભૂપતિ શિશુપાળને દૂત એક દિવસે વિર્દભ દેશમાં આવી ભમ્મરાજાને કહે છે કે શિશુપાળ દુશમને સાથે યુદ્ધ કરવા તત્પર થયા છે. તેમાં સહાયતા માટે સૈન્ય સહિત આપને બેલાવે છે. દૂતના વચન સાંભળી યુદ્ધમાં જવા તત્પર થતાં પોતાના પિતાને અટકાવી રૂકિમકુમાર ચતુરંગ સેના લઈને ગયે. વાયુની સહાયતાથી પ્રબળ થયેલા અગ્નિની પેઠે, રૂકિમકુમારની સહાયતાથી પ્રબળ થયેલે શિશુપાળ યુદ્ધમાં દુશ્મનને પરાજ્ય કરી પોતાના પુરમાં આવ્યો. શિશુપાળે તેજસ્વી તથા મહા પરાક્રમી રૂકિમકુમારને જાણું ગજ, અશ્વ, રથ, તથા સ્વર્ણરત્નના અલંકારાદિક કુમારને આપ્યું.
ददाति किं न संतुष्टो भूपतिधूरि दानिनाम् ॥ गृह्णीयात् किं न रुष्टःसन् मानिनां धुरि संस्थितः ॥ १ ॥
અ -દાન આપનારાઓમાં અગ્રેસર રાજ સંતુષ્ટ થયે હોય તે શું ન આપે? માનવંત પુરૂષમાં પણ અગ્રેસરપણે રહેલે રાજા કેધયુક્ત થાય તે શું ન લઈ લે?
તે સમયે પ્રસન્ન થયેલા રૂઝિમકુમારે પણ મહા પરાક્રમી શિશુપાળ રાજાને પિતાની નાની બેન રૂકિમણીને આપી. ત્યાં કેટલાક દિવસ સુધી રહી શિશુપાળ રાજાની રજા લઈ