________________
૩૩ પુષ્પોમાં આનંદ પામનારી ભ્રમરી, કેરડાના વૃક્ષમાં શ આનંદ પામે? તે સમયે સંકટમાં પડેલી રૂકિમણુને જોઈ તેની ફઈ બેલી કે પુત્રી ! તું ઊગટ દુઃખી થા મા, તથા ફેગટ વિચાર કર મા, કારણ કે જે ભવિતવ્યતા થવાની હશે તે કદાપિ અન્યથા થવાની નથી જ. તે પણ તારી ઉપર મારી પ્રીતિ હોવાથી તે વાતને હું વિચાર કરીશ. કારણ કે બરોબર વિચાર કરી કરેલું કાર્ય કોઈ દિવસ પણ શિથિલ થતું નથી. એમ કહી બંને જણ એ એકાંત પ્રદેશમાં તે વાતને વિચાર કરી એક પત્ર લખ્યો. ત્યારપછી સ્વામિનું કામ બજાવવામાં ચતુરકુશળ નામના એક દૂતને પત્ર આપી ખાનગી રીતે દ્વારિકા તરફ વિદાય કર્યો. તે દૂત ડા દિવસમાં દ્વારિકા નગરીમાં આવી કૃષ્ણ મહારાજને એકાંતમાં બેલાવી રૂકિમણીએ અર્પણ કરેલ હૃદયને આનંદજનક લેખ અર્પણ કર્યો પત્ર ખેલી કૃષ્ણ મહારાજ વાંચે છે.
ભ્રમરી સદા માલતીના પુષ્પનો સમાગમ કરવા પૃહા રાખે છે પણ કઈ દિવસ કરીર વૃક્ષના સમાગમની વાંછા પણ કરતી નથી. સિંહની યુવાન થયેલી કન્યા સિંહને જ મળવા ઈચ્છે છે, પણ તૃણ ચરનારા મૃગને મળવા કદાપિ ધારતી નથી. હે પક્ષીઓના સ્વામી ચક્રવાક? આ ચક્રવાકી તમને મળવા ધારે છે માટે સત્વર મળે. વિરહાતુર થયેલી ચકવાકી ચક્રવાક વિના ક્ષણભર હવે તે રહી શકે તેમ નથી.”
આવી રીતે અન્યક્તિપૂર્વક લખેલા લેખને વાંચી હૃદયમાં આનંદ પામેલા કૃષ્ણ દૂતને પૂછયું કે, તું કયાંથી આવ્યો છે અને આ પત્ર કેણે આપેલું છે?