________________
૩૧
અર્થ અનેક દેશમાં ભ્રમણ કરવું, પંડિત સાથે મિત્રતા કરવી, વેશ્યાઓનો સમાગમ, રાજાઓની સભામાં જવું, તથા વિવિધ શાસ્ત્રોનો અર્થને વિચાર કરે, એ પાંચ ચતુરાઈ મેળવવાના કારણે છે.
આમ ધારી જરા હસી કૃષ્ણ મહારાજ મુનિને પૂછે છે કે, મહારાજ ! આપ સત્વર કહે કે આ પિકચર પરણેલી પ્રમદાનું છે કે નહીં પરણેલીનું? ભૂમિ ઉપર રહેલીનું છે કે સ્વર્ગમાં રહેલીનું? આપે દષ્ટિગોચર કરેલીનું છે કે નહી દષ્ટિગોચર કરેલીનું? આ પ્રતિકૃતિ આપે પિતે આલેખેલી છે કે કઈ બીજા કારીગરે?
આ પ્રશ્ન સાંભળી સંતોષ પામેલા મુનિ બેલ્યા કે ઇંદ્રના અનુજબંધુ! સાંભળે. વિદભ નામના દેશમાં આવેલા કુડિન નામે પૂરમાં શત્રુને ક્ષય કરનાર પરાક્રમી ભીમ નામના રાજાની શ્રીમતિ નામની સ્ત્રીને રૂકિમ નામે પુત્ર તથા એક રૂકિમણું નામે પુત્રી છે. તે પરણેલી નથી પણ તેના ભાઈએ શિશુપાળને આપી છે. તેના માતાપિતાએ આપી નથી. તે સ્ત્રી મેં ચક્ષુ દ્વારા દીઠી છે. તેની સાથે વાતચીત કરતાં બે ઘડી તમારા રૂપાદિકનું વર્ણન મેં કરેલું છે. હે દેવ ! જેમ હસે ભીમરાજાની પુત્રી દમયંતીના હૃદયમાં નળરાજની સ્થાપના કરી હતી તેમ મેં પણ રૂકિમણીના હૃદયમાં તમારી દઢ સ્થાપના એવી કરી છે કે તેને ઉખેડવા માટે ઇંદ્ર પણ સમર્થ ન થાય. તેમ કરી ત્યાંથી પાછા ફરેલા મેં તમારા જેવા મિત્રને ભેટ આપવા માટે આ મૂર્તિ આલેખી લઈ આવ્યો છું. કારણ કે અમારા જેવા નિષ્કિચન