________________
શીયળ ધારણ કરનારું છે. કામદેવરૂપ બાળકને રમવાના કંદુક (દડા) સમાન આના બે સ્તન શોભે છે. શણગારેલા કામદેવરૂપ બાળકની જાણે શિખા કેમ હોય તેમ રેમવાલી અતિ દીપે છે. અતિગંભીર જે નભી છે તે તે લાવણ્યરૂપ જલની વાવ છે, આ સ્ત્રીએ કરી પ્રદેશ તે સિંહને જ ગ્રહણ કરેલો છે. સર્વ કરતાં અધિક અવર્ણનીય હાસ્ય તો એ છે કે મારા જેવાના મનનું અધિક આકર્ષણ કરે છે. આ સ્ત્રીને નિતંબ પ્રદેશ તો કામદેવના રથનું એક ચક છે. જઘન પ્રદેશ તે કામદેવના ગૃહના આંગણામાં રહેલી વેદિકા છે. આ સ્ત્રીના , બે ઉર તે કામદેવ અને રતીના વિવાહમાં મંગલ માટે બ્રહ્માએ અતિદઢ બાંધેલા કદલી થંભ છે. આની બે જંઘાઓ ઉપલા ભાગમાં સ્કૂલ અને નીચલા ભાગમાં કૃશ હોવાથી અતિ સુંદર શેભે છે, આ સ્ત્રીના પાદ તો અમારા જેવા યુવાન પુરૂષોને વારંવાર પ્રણામ કરવા ગ્ય છે. આની ભુજાનું તે હું વર્ણન જ શું કરું? આ નારીના ર્તા સાક્ષાત્ બ્રહ્મા જ છે. સ્ત્રીઓના જે અંગે મુખ્ય તપાસવા જોઈએ તે અંગે તે અતિ મનોરંજક છે. આવી અવર્ણનીય મધુરાકૃતિ રૂપાદિકથી અન્ય સ્ત્રીઓને તિરસ્કાર કરનારી આ પ્રમદાને જોઈ મને ખેદ થાય છે કે આપણને ધિક્કાર છે કે અત્યાર સુધી આવી યુવાન મદમાં ઉછળતી નારીની ભેગ સંપત્તિ ભેગવી નહી. માટે આ સ્ત્રી વિશે હકીકત આ મુનિને પૂછું. કારણ કે આ મુનિ અનેક દેશમાં ફરનાર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે,
देशाटनं पंडितमित्रता च पण्यांगना राजसभा प्रवेशः अनेकशास्त्रार्थविचारणं च चातुर्यमूलानि भवंति पञ्च ॥१॥