________________
૩૭૩ पंचमस्वर्ग गमन प्रद्युम्न-शांबादिकेबलज्ञानमुक्तिगमनवर्णनो नाम સત્તાવામ: : ! ૨૭ |
. संपूर्ण । प्रद्युम्न चरितं महाकाव्यम् ।
દિલ્લી દેશમાં આવેલા ફતેહપુરમાં બાદશાહ અકબરે ગુરૂદર્શન માટે લાવેલા ભટ્ટારક શ્રી હીરવિજ્ય સૂરિની સાથે વિહાર કરનારા, પિતે રચેલા કૃપારસ કેષ નામના ગ્રંથને સંભળાવવાથી જેમણે અકબર બાદશાહને ખુશી કરેલા છે એવા, હીરવિજય સૂરિના નામથી જયારે બંધ કરાવી જેમણે માન મેળવેલું એવા, તથા દુઃખી થતા જીને અભયદાન અપાવી માન મેળવનારા, જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની પ્રમેયરત્ન મંજુષા નામની બૃહદ્રવૃતિ કરનારા અને બાદશાહ અકબરે જેમને ઉપાધ્યાય પદ આપેલું છે એવા મહેપાધ્યાય શ્રી શાંતિચંદ્ર ગણના મુખ્ય શિષ્ય ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણુએ રચેલા અને શ્રી ભક્તામર સ્તવ, શ્રી કલ્યાણ મંદિરસ્તવ, શ્રી દેવપ્રસ્તવ, શ્રી ધર્મસ્તવ, શ્રી રૂષભવીરસ્તવ, કૃપારસકેષ, અધ્યાત્મકપઠુમરૂપ ભાઈઓ અને નિષધ મહાકાવ્ય તથા રઘુવંશ મહાકાવ્યની વૃત્તિરૂપ બહેનોના અનુજ બંધુરૂપ આ પ્રદ્યુમ્નચરિત્ર મહાકાવ્યને બલદેવની દીક્ષા, તપ સાધન અને પાંચમા દેવલેકમાં ગમન તથા પ્રદ્યુમ્ન શાંબ વિગેરેને કેવળજ્ઞાન તથા મેક્ષ ગમનને વર્ણન રૂપ આ સત્તરમ સર્ગ સમાપ્ત થયે છે.