________________
૩૬૪
મૃગ પૂર્વભવના સંબંધથી બલભદ્ર મુનિને અતિ ભક્ત બની ગયે અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. જ્યારે મુનિને પારણાને દિવસ આવે ત્યારે તે મૃગ બધા વનમાં ભમી કઠીઆરા લેકેએ કરેલી પ્રાસુક રસવતીની તપાસ કરી પૂછડું હલાવવાની સંજ્ઞાથી મુનિને જણાવતે હતા. મુનિ તેની સંજ્ઞા જાણું પારાગું કરવાને માટે વહેરવા જતા. જ્યારે મુનિ વહેરવાને ચાલતા ત્યારે તે મૃગ શ્રદ્ધાળુ શ્રાવકની જેમ પરમ હર્ષ પામી મુનિની આગળ ચાલી તેમને માર્ગ બતાવતો હતો. આ પ્રમાણે કરતાં તે ઘણે કાળ ચાલ્યો ગયો.
એક વખતે રથકાર કે કાષ્ઠ લેવાને માટે તે પર્વત ઉપર આવ્યા. તેમાંથી કેટલાક કાષ્ઠ કાપવા લાગ્યા અને કેટલાક રસોઈ કરવા લાગ્યા. તે વખતે પિલે મૃગ ફરતે ફરતે ત્યાં આવ્યો. તે રસોઈ થતી જઈ તરત બલભદ્ર મુનિ પાસે આવ્યા અને તેણે પિતાની સંજ્ઞા કરી મુનિને જણાવ્યું. પછી મુનિ ધ્યાનમુક્ત થઈ ઈયપથિકી શોધતા ત્યાં આવ્યા. પિલા રથકારો રસોઈની સર્વ સામગ્રી તૈયાર કરી ભજન લેવા તૈયાર થતા હતા, તેમણે જંગમ કલ્પવૃક્ષ જેવા તે સ્કુરાયમાન કાયાવાલા મુનિને જોયા. જેની આગળ મૃગ ચાલે છે એવા મુનીશ્વરને બરાબર વખતે આવેલા જોઈ તેઓ મનમાં અત્યંત ખુશી થઈ ગયા. તેમાં જે રથકારનો સ્વામી હતું, તે બેઠે થઈ અંજલિ જેડી મસ્તકથી નમન કરત તેમની સન્મુખ આવ્યું. તેણે મનમાં ચિંતવ્યું, અહા ! આ મુનિની છબી કેવી છે? મહાન ઉપશમ કે છે? જાણે