________________
૩૬૩
ભારાવાલા કઠીયારા લાકોએ શ્રદ્ધાથી આપેલા આહાર વધુ એ મૈટા મનવાલા બલભદ્ર પારણું કરવા લાગ્યા. એક વખતે તે ભદ્રિક લેાકેાએ નગરમાં જઈ રાજાને ખબર આપ્યા કે, ‘કોઈ સ્વરૂપવાન મુનિ તમારા પર્વત ઉપર આવી રહ્યા છે. તે ઉદાર સ્વરૂપવાલા મુનિ ત્યાં રહીને તીવ્ર તપસ્યા કરે છે.' તે ખખર સાંભળી રાજાએ ચિંતવ્યું કે, આ ઉગ્ર તપવાલા સાધુ રખેને મારૂ રાજ્ય લઈ લે.’આવું ચિંતવી તે રાજા સૈન્ય સાથે તૈયાર થઈ બલભદ્રને હણવા આવ્યો. ત્યારે પેલા સિદ્ધા ધ્રુવે ત્યાં લાખો સિંહ વિધુર્વી દીધા, તેથી રાજાએ તે પર્વતને ઘણા ભયંકર જોચે. પછી રાજા સેના સાથે આવી તેના ચરણમાં નમી પડ્યો. એટલે સિદ્ધાર્થે તે રાજાને પૂર્વની વાતો કરી સમજાવ્યેા. તે પછી રાજા મેધ પામી પેાતાના નગરમાં પાળે ગયા ત્યારથી બલદેવસુનિ નરસિંહમુનિના નામથી વિખ્યાત થયા હતા.
તે તુંગિકા પર્વત ઉપર બલભદ્ર મુનિએ એવી તપસ્યા કરવા માંડી કે, જેની અમૃત જેવી વાણીથી વ્યાઘ્ર વિગેરે પશુએ પણ આહત ધને પાળવા લાગ્યા. કોઈ અણુવ્રતધારી થયા. કાઈ સમ્યકત્વને પ્રાપ્ત કરનારા થયા, કોઇ ભાગ્યયેાગે માંસાહારથી નિવૃત્ત થયા, કોઈ વૈરાગ્યના રગથી રાત્રિભાજનના ત્યાગ કરનારા થયા, કાઇએ બ્રહ્મચય લીધું, અને કાઇએ પરસ્ત્રીના ત્યાગ કર્યો. તેએ તિયચ છતાં પણ તે અલભદ્ર મુનિની વાણીરૂપ અમૃતનુ પાન કરતાં અને તેમના દર્શન કરતાં હતાં. વિનીત શિષ્યાની જેમ તેમનુ પડખુ છેાડતા ન હતાં. તેમાંથી કેઇ એક