________________
૩૬ર કરનારૂં તીવ્ર તપ કરવા માંડયું. સમાધિવાલા તે બલભદ્ર તંગિકા પર્વતના શિખર ઉપર જઈ નિત્ય માસક્ષમણે પારણું કરતા કાર્યાત્સગે રહેતા હતા. એક વખતે બલભદ્ર માસક્ષમણનું પારણું કરવાને નગરમાં પિઠા. આત્માને ભાવિત કરતા અને સમ્યગ પ્રકારે ઇયપથિકી પાળતા તે બલભદ્રનું કાર્તિકી પૂર્ણિમાના ચંદ્ર જેવું સ્વરૂપ જોઈ જળ ભરવા જતી સ્ત્રીઓ કામથી વિહલ બની ગઈ. તે સ્ત્રીઓ માટેની કઈ એક સ્ત્રીએ બલભદ્રમુનિનું મુખ જેની જળને ઘડાના કાંઠાના બ્રમથી પિતાના પુત્રના કંઠ ઉપર દેરીને પાશ દઢતાથી બાંધી દીધે. વ્યગ્ર હૃદયવાહી તે સ્ત્રી જેવામાં તે બાળકને કુવાની અંદર નાંખવા જતી હતી, તેવામાં તેની તે અવસ્થા બલભદ્રમુનિના જોવામાં આવી. તત્કાલ બલભદ્રસુનિએ ચિતવ્યું કે, જે દર્શન યુવતિઓને કામદેવને ઉલ્લાસનું કારણ રૂપ થાય છે એવા મારા અનર્થકારક મનહર રૂપને ધિક્કાર છે. વળી રાજમાર્ગની અંદર બહાર રહેલી ધનાઢ્ય લોકોની ઘણું પુત્રીઓને પણ આવું જ થશે તો તેમને કર્મના બંધનનું કારણ મારું સ્વરૂપ થઈ પડશે આવું ચિતવી બલભદ્ર પેલી સ્ત્રીને બાળહત્યા કરતી અટકાવી બહાર ચાલ્યા ગયા. પછી તેમણે અભિગ્રહ લીધે કે, “આજથી કેઈ શહેર કે ગામમાં મારે પ્રવેશ કરે નહિ. જે આહાર ન મળે તે બહાર કાષ્ઠના ભારાવાલાએ જે ભાવથી પ્રાશુક આહાર આપશે તે વડે મારા સપનું પારણું કરીશ. જો તે નહીં મળે તે કમને ખપાવનારૂં બીજુ માસક્ષમણું કરીશ.” આ અભિગ્રહ લઈ બલભદ્ર તંગિક પર્વત ઉપર આવ્યા. ત્યાં રહી કાષ્ઠના