________________
अथ तृतीयः सर्गः
રુકિમણ પાસેથી ગગન માગે ગયેલા નારદમુનિ એકાંત સ્થળમાં જઈવેત વસ્ત્રમાં રૂકિમણનું રૂપ ચિતરવા લાગ્યા. આલેખવાના સાધનમાં સફેદાદિક અતિ ઉત્તમ રંગ અને ચિત્રામણ કરનાર સાક્ષાત્ દેવર્ષિ પિતે તેમજ ચિતરવાનું તે અતિ મનોહર રૂકિમણુનું રૂપ છે તે પછી એ છબીમાં શું ખામી રહે? રુકિમણીનું સર્વ શરીર આલેખી તેને માખણને ઓપ આપી તે પટને સંકેલી દ્વારિકા નગરીમાં ગયા. ત્યાં એકાંત સ્થળમાં બેઠેલા કૃષ્ણ મહારાજને નારદમુનિએ જોયા. દૂરથી આવતા મુનિને જઈ કૃષ્ણ મહારાજા આસન ઉપરથી ઉઠી સામા જઈ વિનયપૂર્વક મહા ભક્તિથી પ્રણામ કરી સ્તુતિ કરે છે કે, હે મુનિરાજ ! પૂજ્યપાદના દર્શન થવાથી આજ મારી પૂરી પાવન થઈ તથા મારું ઘર પાવન થયું તથા હું કૃતાર્થ થયે. ઈત્યાદિક વચનેથી સ્તુતિ કરી કૃષ્ણ નારદને આસન ઉપર બેસાડી તેની આગળ પિતે બેઠા. પ્રેમપૂર્વક કુશળ પ્રક્ષાદિક વાતચીત કરતાં કૃષ્ણ મુનિને પૂછ્યું કે મહારાજ ! દ્વીપ, સમુદ્ર, વન, પર્વતાદિક સર્વ
સ્થળમાં આપની ગતિ અખલિત છે. તે ફરતાં ફરતાં આપ યેગ્ય વસ્તુ શું દષ્ટિગોચર કરી આવ્યા છે કે જેને જોઈ હું અતિ આનંદ પામું! એમ કૃષ્ણ કહ્યું ત્યારે નારદમુનિએ મૌન રહી ચિત્રલે પટ ઉખેડી કૃષ્ણની પાસે મુક્ય. ઉત્તમ