________________
२७ તો તું ખાત્રી જ રાખજે કે ગમે તે ઉપાયથી પણ, પવિત્રાત્મા શ્રીકૃષ્ણ મહારાજની સાથે હું તારે વિવાહ કરાવી દઈશ. ફઈએ આવી રીતે બને તરફના વાકયથી આનંદ પામતી રૂકિમણ સુખેથી આનંદમાં દિવસે ગુજારવા લાગી. ચક્રવાકીની પેઠે પિતાના હૃદયમાં હરિનું જ ધ્યાન ધરતી, દ્વારિકાથી આવેલા લેકેને હરિના ગુણ સંબંધી હકીક્ત પૂછતી, દિવસે દિવસે વય ગુણ કાંતિ રૂપ ચાતુર્યાદિકથી વૃદ્ધિ પામતી તે રુકિમણું કઈ એક નવિન જ બની ગઈ - શ્રી શાંતિચંદ્ર મહોપાધ્યાય ક્ષીરસાગર પાસેથી પ્રતિષ્ઠા મેળવનાર, ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર કવિ પ્રણીત શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહા કાવ્યને સ્વભાવથી સુંદર બીજે સર્ગ સંપૂર્ણ થશે.
આવી રીતે શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યમાં, રૂકિમણીના ઘરમાં નારદમુનિનું આવવું અને શ્રી કૃષ્ણરૂપ પતિનું નિવેદન કરનાર બીજે સર્ગ સંપૂર્ણ થયે.