________________
૩૫૭
બલભદ્ર મૂછ પામતા પડવા અને ઉછળવા લાગ્યા. આ પ્રમાણે વિલાપ કરતા બલભદ્ર મહાકુલ થઈ ગયા. તેના મનમાં વળી વિચાર થયે કે, રખે ભ્રાતા કૃષ્ણ મૃત્યુ પામ્યા નહિ હોય કદાચ રેષ કરી રસાયા હશે, કારણ કે તેમને થયું હશે કે, “બલભદ્ર જળ લાવવામાં વિલંબ કર્યો.” આવું ધારી “હે બંધુ, મારે અપરાધ ક્ષમા કરે,” એમ કહી બલભદ્ર કૃષ્ણના ચરણમાં પડ્યા અને બોલ્યા, “અરે ભાઈ, બેઠા થાઓ. આ રાગવતી સંધ્યા શેભી રહી છે. આ વખતે નીતિશાસ્ત્રને જાણનારા એવા તમારે આ સુવાને સમય નથી. હે ભાઈ દ્વારિકાના દાહથી દુઃખી એવા મને શા માટે સંતાપ છો ? આ પ્રમાણે કહી બલદેવ કૃષ્ણના મૃત શરીરને ઉભંગમાં લઈ મસ્તક પર વારંવાર ચુંબન કરવા લાગ્યા અને પછી તેણે કૃષ્ણના કાનમાં કહ્યું કે, “ભાઈ, મારે અપરાધ ક્ષમા કરે અને બેઠા થાઓ. આપણે આ વનમાંથી બીજે ચાલ્યા જઈએ, કારણ કે, અહીં તમારા ઘણા દુઃસહ વૈરીઓ વસે છે. હે ભ્રાતા, બેઠા થાઓ અને આ શીતલ જળ પીએ.” આ પ્રમાણે કહી બલદેવ તેના મુખમાં કમલના પડીઆનું જળ મૂકવા લાગ્યા. આ પ્રમાણે કૃષ્ણને ઉસંગમાં લઈ વિલાપ કરતા અને સાંત્વના કરતા એવા બલભદ્રે બધી રાત્રિ નિગમન કરી. પછી જ્યારે પ્રભાત કાળ થયા એટલે બ્રાતાના સ્નેહથી મોહિત થયેલા બલભ તે સ્વચ્છ જળ વડે કૃષ્ણના મુખનું પ્રક્ષાલન કર્યું. પછી પોતાના વસ્ત્રના છેડાથી લુછીને તે મુખને દર્પણના જેવું બનાવ્યું. પછી તેણે પ્રાર્થના કરી કે, “ભાઈ, બેઠા થાઓ અને જલ