________________
सर्गः १७ मो
બલદેવનુ દીક્ષા લઈ પાંચમે દેવલાકે જવુ' અને પ્રદ્યુમ્ન તથા શાંબ વિગેરેનુ મુક્તિ ગમન.
મોટા મનવાલા બલદેવ અપશુકનથી અટકાવાતા કમલના પડીઆમાં જલ લઈ જ્યાં કૃષ્ણનું મૃત શરીર પડ્યું હતું, ત્યાં આવ્યા. આ નિદ્રાવાન છે, તેથી આવેલા મને જાણતા નથી અને જે અતિ શ્રાંત હાય તેને ઘણી નિદ્રા આવે તે દૂર ન કરવી,’ આવું ધારી બલદેવ ઉભા રહ્યા. ક્ષણવાર ઉભા રહ્યા પછી અલદેવ ખેલ્યા. ભાઈ કૃષ્ણ, સત્વર બેઠા થાએ અને કમલના પડીયામાં લાવેલું આ સ્વચ્છ જળ પીએ.' આ પ્રમાણે કહેતાં પણ જ્યારે કૃષ્ણ ઉઠયા નહીં એટલે ખલદેવ તેમના મુખ ઉપરથી વજ્ર દૂર કર્યું, ત્યાં કાવત્ ચેષ્ટારહિત અને વિતના ચિન્હ વગરના કૃષ્ણ તેમના જોવામાં આવ્યા. શું આ મારા ભાઈ મૃત્યુ પામ્યા ?” એમ જાણી અલદેવ અતિ દુઃખવાલા ગાઢ રૂદન કરતાં મૂર્છા પામી નીચે પડી ગયા. શીતલ પવાલા પવનથી સ ́જ્ઞા પ્રાપ્ત કરી પછી તે પેાતાના ભ્રાતાના ગુણ સમુહને કહેતા વિલાપ કરવા લાગ્યા. બલભદ્રે કહ્યું, જેણે મારા મળવાન ભાઇને સુતા માર્યાં છે, તે જો મારી આગળ પ્રગટ થાય તા હું તેને તેનું ફળ ચખાડું. સુતેલાને, ગાંડાને, બાળકને અને સ્ત્રીને કદિ પણ હણવાં ન જોઇએ. તે આવી નીતિને ઉલ્લુદ્દીને કાણે આ પાપ કર્મ કર્યું ? તે મારનાર આવીને મારી આગળ ઉભા રહે. તે દૃષ્ટ કયાં ગયા ?” આ પ્રમાણે ખેલતા