________________
૩૫૪
હાથે મારે વધ થયે છે, એ વાત જે બલદેવ જાણશે તે તે તને મારશે, કારણ કે, તે મારે વિષે પ્રેમવાલે છે.” એમ કહી તેને કૌસ્તુભ રત્ન આપ્યું. વળી જણાવ્યું કે, “ભાઈ, તું આ માર્ગે જઈશ નહીં, બીજે માગે થઈને ચાલજે. વખતે બલભદ્ર તારે પગલે ચાલી તારી પાછળ આવશે. આ પ્રમાણે કણે શિક્ષિત કરેલ જરાકમાર બાણું ખેંચી લઈ કૃષ્ણના ચરણમાં નમી દુઃખથી રૂદન કરેતે ઉતાવળે ચાલ્યા અને સિંહાલેકન કરતે તે દૃષ્ટિ માર્ગથી દૂર ચાલ્યા ગયે. જરા પુત્ર ગયા પછી કૃષ્ણને બાણની વેદના થવા લાગી. પછી જેના નેત્રમાંથી અશ્રુ ચાલ્યાં જાય છે એવા કૃષ્ણ બે હાથ જોડી ઉત્તરાભિમુખે રહી નીચે પ્રમાણે છેલ્યા :--
नमो नमः श्री अर्हद्भयः सिद्धेभ्यश्च तथा नमः । - आचार्येभ्योऽप्युपाध्यायसाधुभ्यश्च नमोऽस्तुमे ॥ १॥
શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને મારે નમસ્કાર છે.”
આ પ્રમાણે કહી તેણે નેમિનાથને ઉદ્દેશીને કહ્યું, “યદુ વંશમાં આભૂષણ રૂપ એવા હે મહામતિ શ્રી નેમિનાથ પ્રભુ, તમને નમસ્કાર છે. આવા દુઃખના રાશિથી ભય પામી તમે ગૃહાવાસનો ત્યાગ કર્યો છે. શ્રી નેમિનાથ પ્રભુનાં મુખથી આવું મેટું દુઃખ જાણ્યા છતાં પણ હું વિરત થયે નહીં, તે મને ધિક્કાર છે. પછી કૃષ્ણ શ્રી નેમિનાથ પ્રભુની દિશા તરફ ચૈત્યવંદન કર્યું અને શુદ્ધ બુદ્ધિથી સર્વ પાપસ્થાનની આલોચના કરી, “હું એક છું, મારે કોઈ નથી અને હું કેઈનો નથી. આ પ્રમાણે અદીન હૃદયથી ચિતવતા એવા