________________
૩૫૩
ઊંચું મુખ કરી કૃષ્ણે બધી વાતો કહી સંભળાવી. જારેય ખેદ કરતા બોલ્યેા, અરે ભ્રાતા કૃષ્ણ, શું મેં તમારૂ આવું આતિથ્ય કર્યું ? શ્રી નેમિનાથનાં વચનેાથી ભાઈનો વધ મારે હાથે જાણીને હું તે વખતે કેમ ન મરી ગયેા ? અરે! આ શું આવી પડ્યું ? હે પૃથ્વી, મા આપ અને અતિ પાપી એવા મને ગ્રહણ કરી લે. અરે દિલગીર છું કે, મારે ખાર વર્ષોંના પ્રયાસ હમણાં વૃથા થઈ ગયા. અરે વિધાતા માર પુરૂષાત્તમ ભાઈનો વધ કરાવી તે આ શું કર્યુ? મેં તારી શી વિરાધના કરી હતી ? આવું મહત્ પાપ કરી હું કયાં નરકમાં જઈશ ? હવે તેા મરણ થાય, તે જ શ્રેય છે. જીવવાથી હવે સયુ ?” આ પ્રમાણે કહી તે સાહસિક જરાકુમારે પોતાના હાથમાં છરી લીધી. તે વખતે મરવાની ઇચ્છાવાલા જરાકુમારને કૃષ્ણે અટકાવ્યા, અને કહ્યું, ભ્રાતા, આવું સાહસ કર નહીં. તારા મરવાથી શું થવાનું ? હવે ચાદવકુળમાં અંકુર રૂપ તું એક જ રહ્યો છે. અરે ભાઈ, તું ચિર’જીવી રહે અને આત્મકુળની વૃદ્ધિ કર. તારાથી કે મારાથી ભવિતવ્યતા ઉલ્લુ ધન થઈ શકે તેમ નથી. હું સાહિસક બળવાન ભાઈ, તું દુ:ખ છોડી દે અને મારૂ વચન સાંભળ. તું હવે સત્વર પાંડવાની નગરીમાં જા. આ મારો કૌસ્તુભ મણુ લઈ જા અને સવ રીતે મારા દુઃખમાં સહાય કરનારા પાંડવાને આ વૃત્તાંત પ્રથમથી કહેજે, તારાં વચનને સાખીત કરનાર આ કૌસ્તુભ મણુિ ખતાવજે. વિલંબ કર નહિ. જલદી ચાલ્યા જા. ભ્રાતા બલદેવ હમણાં સત્વર અહીં આવશે. તારે
૨૩