________________
૩પ૧
ખળ ગયું નથી. સિંહ ભૂખ્યો થયા હોય, તા પણ શું તે શિયાળને વશ થાય ? જા, તને આ અપરાધમાંથી છેડી મૂકીએ છીએ. અમારૂ આપેલું રાજ્ય ભોગવ.' આ પ્રમાણે કહી તે રાજાને છેડીને અને ભાઈઓ ચાલ્યા ગયા. ઉદ્યાનમાં જઈને તેમણે ભાજન કર્યુ. પછી તેએ દુઃખી થઈ આગળ ચાલ્યા. માર્ગમાં થાકી જવાથી અને અતિ ખારે ખારાક લેવાથી દુ:ખી થયેલા કૃષ્ણે ખલદેવને કહ્યું, બંધુ, મને ઘણી તૃષા લાગી છે, તેથી અહીંથી એક પગલું ચાલવાને હું શક્તિવાન નથી; માટે હું અહીં રહું છું. જો સ્વાદિષ્ટ જળ લાવા તે પીઉં.' ખલદેવે જોઈને કહ્યું, ભ્રાતા, આ ઠેકાણે જળ નથી. આ છાયાથી શીતલ એવા વૃક્ષ નીચે બેસે. આ કૌશાંબ નામે અતિ ભયકર વન છે. આ વન અનેક શીકારીઓના ગણુથી વ્યાપ્ત છે અને સિંહ વિગેરે શીકારી પ્રાણીઓથી યુક્ત છે, તેથી તમે સાવધાન થઇને રહેજો. જરા પણ પ્રમાદી થશે નહિં, કારણ કે, આ વન છે, કાંઈ દ્વારિકા નગરીને સાત માળના મહેલ નથી.’આ પ્રમાણે કહી અલદેવ વારવાર પાછું વાલી જોતાં અને દૈવયેાગે પ્રતિકૂળ શુકનને નહીં ગણતાં આગળ ચાલ્યા. જો દેવ અનુકૂળ હોય તે બુદ્ધિ અનુકૂળ થાય છે અને દૈવ પ્રતિકૂળ હોય તે બુદ્ધિ પ્રતિકૂળ થાય છે. ખલભદ્ર ગયા પછી શ્રમથી પીડિત થયેલા કૃષ્ણ એક પગ જાનુ ઉપર મૂકી અને પીળાં વસ્ત્રથી પેાતાનું મુખ ઢાંકી તે માના વૃક્ષ નીચે સુઈ ગયા. સુતા વેંત જ તેમને નિદ્રા આવી ગઈ, કારણ કે, શ્રમિતને નિદ્રા સુલભ છે. તેવામાં જાય નામના શીકારી હાથમાં ધનુષ્ય ખાણુ