________________
સજજને તે અપકારને ભૂલી ઉપકારને સંભારે છે. તેથી હે કૃષ્ણ, નિર્મલ હૃદયવાલા તે પાંડવોને ઘેર જવું તે સર્વ રીતે યુક્ત છે. પોતાના ઘરની જેમ ત્યાં જવામાં કોઈ જાતની લજજા રાખવી નહિ.” આ પ્રમાણે વિચારી બંને ભાઈઓ હસ્તિનાપુરની દિશા તરફ ચાલ્યા; ચાલતાં ચાલતાં ગ્રીવાને વાલી નેત્રમાં અશ્રુ લાવી એ બળતી નગરીને જોતા હતા.
આ વખતે બલભદ્રને એક કુન્જ બાળક હતો. તેણે પિતાના કેશને લેચ કરી વ્રતના ઉચ્ચાર સાથે દીક્ષા લીધી.
જ્યારે દ્વારિકા બળવા લાગી ત્યારે તે પિતાના મહેલની અગાશીમાં આવ્યું. ત્યાં ઉભે રહી ઉંચે હાથ કરીને બોલ્યા, દેવતાઓ, હું અધુના વ્રતધારી થઈ શ્રી નેમિનાથ પ્રભુનો શિષ્ય થયે છું. પ્રભુના કહેવાથી હું આજ ભવે મોક્ષે જઈશ, સ્વામીનું વચન મિથ્યા ન થાઓ, મારી રક્ષા કરે.” તેનાં આવાં વચન સાંભળી જાંભક દેવતાઓ ત્યાં આવ્યા અને તેને ઉપાડી ક્ષણવારમાં નેમિનાથ પ્રભુની પાસે મૂકી દીધું. ત્યાં તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી, દ્વારિકા નગરી એવી રીતે છ માસ સુધી અગ્નિની જવાલાથી બળી. પછી તે દેવતાએ તેને સમુદ્રને અર્પણ કરી અને તે સમુદ્ર તેને સ્વીકારી લીધી.
અહીં રામ અને કૃષ્ણ બંને ભાઈ દ્વારિકાથી નીકળીને હસ્તિનાપુર પાસે આવી પહોંચ્યા. તે વખતે કૃષ્ણ બલદેવને કહ્યું, “ભાઈ, હું ઘણે ક્ષુધાતુર થયો છું. મેં શરમથી તમને કહ્યું ન હતું, માટે તમે સત્વર આ નગરમાં જઈ ખાવાનું લા. ત્યાં સુધી અહીં રહીશ.”, બલભદ્ર બેલ્યા, બહુ સારૂં, તમે સાવધાન રહેજે, હું નગરમાં જાઉં