________________
૩૪૮ લાગ્યાં, શ્રી નેમિનાથ ભગવાનનું નામ જપવા લાગ્યાં અને આદરથી સર્વને ખમાવા લાગ્યાં. તે પછી ઢંપાયન દેવતાએ કુરાયમાન તણખાવાલે બળતો અગ્નિ તેમની ઉપર મૂકો. તેઓ ત્રણે સમાધિ ધ્યાનના વેગથી મૃત્યુ પામી દેવલોકમાં ચાલ્યાં ગયાં.
પછી રામ કૃષ્ણ પાછું વાળી તે બળતી નગરીને જોતા જેતા દુઃખી થતા તે નગરીમાંથી બહાર નીકળી ગયા. દ્વારિકા નગરીમાં સેંકડો પ્રાસાદ પડી ગયા, તેના કણેકણ થઈ ગયા, અને ચંદનના હજારે સ્તંભે ભસ્મ થઈ ગયા. આકાશ સુધી લાગેલી જવાલા અને ધુમાડાથી ધુમ્ર થયેલી દિશાઓ રામ કૃષ્ણના જોવામાં આવી અને ભયંકર શબ્દ તેમના સાંભળવામાં આવ્યા. આ વખતે બલદેવે કૃષ્ણને કહ્યું, “ભાઈ, આપણે પિતાની જાતે વસાવેલી આ નગરીનું રક્ષણ કરવાને અશકય છીએ, તે હવે આપણે તેને બળતી જેવી તે ઠીક નહીં. માટે અહીંથી ચાલ્યા જવું એ ઉત્તમ છે. કૃષ્ણ કહ્યું, મોટા ભાઈ, એ વાત સત્ય છે, પણ આપણે ક્યાં જઈને રહેવું?” બલદેવ બોલ્યા, “પાંડવો આપણે સહુદુ અને બંધુ છે, માટે તેમની નવી નગરીમાં જઈને રહીએ.” કૃણે કહ્યું, મોટાભાઈ આપણાથી તેમની પાસે શી રીતે જઈ શકાશે ? કારણ કે, મેં તેમને પૂર્વે હસ્તિનાપુરથી કઢાવી દેશરહિત કરેલા છે. બલભદ્રે કહ્યું, “હે ભ્રાતા, તે ઉત્તમ પાંડ એ વાત નહીં સંભારે પણ પૂર્વે આપણે જે તેમની ઉપર હજારે ઉપકારે કરેલા છે, તે સંભારશે. હે હરિ જે દુર્જને હેય, તે જ ઉપકારને ભૂલી જઈ અપકારને સંભારે છે.