________________
૩૪૭ બેસાય. પછી તેઓ સત્વર ચાલવા લાગ્યાં, પણ ઘડા અને બળદે ચાલવાને શક્તિવાન થયા નહિ. પછી તે બંને ભાઈઓ ઘડાને સ્થાને પિતે જોડાઈ તે રથને બળાત્કારે ખેંચવા લાગ્યા. તેવામાં માટીના પાત્રની જેમ તડ તડ અવાજ કરતાં તે રથનાં બંને ચકો ભાંગી ગયાં, તથાપિ તેઓ પિતાના સામર્થ્યથી તે રથને નગરના દ્વાર સુધી લઈ ગયા. ત્યાં અર્ગલા સહિત તે દ્વાર બંધ થયેલું તેમના જોવામાં આવ્યું. તેના એક કમાડને રામે અને એક કમાડને કૃષ્ણ પાટુ મારી તે ભાગી નાંખ્યું, જેથી માટીનાં પાત્રની જેમ તે બંને કમાડ સે કટકા થઈને તૂટી પડ્યાં. પછી બંને ભુજા ઉપર રથ લઈને તેઓ આગળ ચાલ્યા. તેવામાં પેલે કૈપાયન દેવ આવીને બે, “અરે, રામ કૃષ્ણ, તમે જાણવા છતાં આ શું કરે છે? મેં નિયાણું કર્યું છે કે તમારા બે સિયાય બીજુ એક તિર્યંચ પણ હું છેડવાને નથી, તે તમારા માતાપિતાને છોડવાની શી વાત કરવી ? તેથી તમે તેમને છોડી ચાલ્યા જાઓ. અહીંથી કેઈનો છુટકારો થવાનો નથી.” પછી વસુદેવ વિગેરેએ રામ કૃષ્ણને કહ્યું, “પુત્ર, હવે તમે ચાલ્યા જાઓ. અમારી આવી જ ગતિ થવાની હશે. અમે જાણતાં છતાં પણ દીક્ષા અંગીકાર કરી નહીં. પ્રદ્યુમ્ન, શાંબ વિગેરે કુમાર અને સમુદ્રવિજય વિગેરે વૃદ્ધોએ જે દીક્ષા અંગીકાર કરી તે કેવું સારું કર્યું? આપણે જાણતાં છતાં પ્રમાદી રહ્યા, તેથી આપણને ધિક્કાર છે. આ પ્રમાણે કહી તે વસુદેવ, દેવકી અને રોહિણું તે જ વખતે અનશન લઈ પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવા