________________
૩૪૫ તેવી જ ગતિ થાય છે. ત્યાં ઉત્પન્ન થઈ તેણે યાદવેની સાથે થયેલું વૈર અને તે વિષે કરેલું નિયાણનું સ્મરણ કર્યું. પછી તે દ્વારિકાપુરીમાં આવ્યું, ત્યાં તેણે કોઈને નવકાર મંત્રને જપ કરતો અને કોઈને નેમિનાથ પ્રભુની પ્રતિમાને પૂજવામાં તત્પર થતે જોયે. કોઈ પૌષધવત ગ્રહણ કરતે હતો તો કઈ સામાયિક વ્રત લેતો હતો. કેઈ કાર્યોત્સર્ગ કરતો હતો અને કોઈ ઉત્તમ દાન આપતો હતો. જ્યારે છછું, અઠ્ઠમની તપસ્યા કરતી, દેવપૂજામાં તત્પર થતી, બ્રાચર્ય વ્રતને ધારણ કરતી અને હાથમાં નવકારવાળી લઈ શ્રી નેમિનાથ પ્રભુનાં નામને મુખે જપ કરતી, દ્વારિકાની સ્ત્રીએ તેના જેવામાં આવી. આ પ્રમાણે પુરૂષ અને સ્ત્રીઓને સત્કર્મમાં નિશ્ચલ જોઈ છલ કરનાર તે દ્વૈપાયન ધાનની જેમ તેમાં પેસી શકશે નહિ. તે કઈ છલની ગવેષણ કરતો અગીયાર વર્ષ સુધી બહાર રહ્યો. જ્યારે બારમા વર્ષને પ્રવેશ થયે, ત્યારે લેકે પાછા પ્રમાદમાં પડી ગયા. તેઓ કહેવા લાગ્યા કે, “તે દ્વૈપાયન તાપસ કેણ છે? તે દુર્ગાની મૃત્યુ પામીને નરકે ગમે છે. હવે તેનું અહીં આગમન શી રીતે થાય? અથવા તે દુધ્ધની દેવતા તિર્યપણાને પાયે હશે.” આવું વિચારી દ્વારિકાના લોકો પ્રમાદમાં પડી ગયા. તેઓ નિઃશંક થઈને સ્ત્રીઓની સાથે મદ્યપાન કરી સુખવિલાસ કરવા લાગ્યા.
આ વખતે દ્વારિકા નગરીમાં કલ્પાંત જેવા ભૂમિકંપ વિગેરે મેટા ઉત્પાત થવા લાગ્યા. પાષાણની પ્રતિમાઓ હસવા લાગી અને ઉંચે સ્વરે રેવા લાગી. સૂર્યના