________________
-
૩૪૦.
, સ્વામી છે
તેવું જ કાય
આપ. હું
ઘોષણા કરાવી મદિરાને ત્યાગ કરાવ્યું અને પોતે તથા બલદેવ તત્કાલ ધર્મમાં તત્પર થયા. | બલદેવનો ભાઈ સિદ્ધાર્થ સારથિ કે જે ઘણી બુદ્ધિવાલે હતો તેણે કમલના કેશ જેવા બે હાથ જોડી બલદેવને કહ્યું, “સ્વામી, હવે હું મારી સન્મુખ પ્રલય કાળને ન જેવું માટે તમારી આજ્ઞા લઈ તેવું જ કાર્ય કરવાને ઇચ્છું છું.
શ્રી નેમિનાથ પ્રભુની પાસે દીક્ષા લેવા મને રજા આપ. હું હિમણાં જ જઈને દિક્ષા લઉં. હવે કાલક્ષેપ કરે મેગ્ય નથી.” સિદ્ધાર્થનાં આવાં વચન સાંભળી બલદેવે કહ્યું, “ભ્રાતા તમારે વિરહ મારે દુઃસહ છે, તથાપિ તમારા હિતને માટે હું પ્રભુની પાસે દીક્ષા લેવા તમને રજા આપું છું. પરંતુ તમે એક વાત યાદ રાખજે કે, જે તમે ઘણું ઉત્કૃષ્ટ તપ કરી સ્વર્ગે જાઓ તે અતિ મેહ દશાને પ્રાપ્ત થઈ ઉન્માગે ચાલતા એવા મને પ્રતિબંધ કરો અને તેને માટે મને વચન આપ.” સિદ્ધાથે તે વાત કબુલ કરી. પછી મેહ રહિત અને ઉદાર બુદ્ધિવાલા સિદ્ધાર્થે મોટા ઉત્સવ સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી. મેટી તપસ્યાને આચરતા સિદ્ધાર્થ મુનિ છ માસ સુધી મહાવ્રતને પાળી સ્વર્ગે ગયા અને પછી ભવાંતરે મેક્ષે પણ જશે.
આ તરફ કૃષ્ણની આજ્ઞાથી દ્વારિકા નગરીમાંથી બધું મધ એકઠું કરી પર્વતની શિલાના એક કુંડમાં નાંખ્યું. તેની આસપાસ આવેલાં વૃક્ષે તથા લતાઓના પુષ્પોથી વાસિત થયેલું તે મદ્ય ઘણું ખુશબોદાર બની ગયું. દેવગે એક વખતે શાંબનો કેઈ સેવક વૈશાખ માસમાં ત્યાં જઈ ચડ્યો.