________________
૩૪
તેને અતિ તૃષા લાગવાથી ઘણે દિવસે પ્રાપ્ત થયેલાં તે મઘને હર્ષથી પી ગયો. પછી બાકીના મધથી એક ચામડાંની મશક ભરી તે શાબની પાસે આવ્યું અને તેને તે મદ્ય ભેટ કર્યું. તેવાઓને તે પ્રિય હોય છે. તે મધનું ખૂબ પાન કરી અને તેથી અત્યંત ખુશી થઈ શાંબે તે સેવકને પૂછયું કે, “અરે સેવક, કહે આવું મઘ તને ક્યાંથી મળ્યું ?” પિતાના સ્વામીને પ્રિય થવાની ઈચ્છાવાલા તે સેવકે તે મદ્યની વાત કહી સંભળાવી. પછી બીજે દિવસે શાંબ પિતાની ટેળીને સાથે લઈ ત્યાં ગયે. શાંબ અને બીજા કુમારે હર્ષથી તે મદિરા પીવા લાગ્યા, તે દુર્યજ મદિરાનું અતિશય પાન કરી તેઓ ગર્વિષ્ટ અને ઉન્મત્ત થયેલા તેઓ અતિશય નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા. તેમજ છુટા કેશ મૂકી તે પર્વત ઉપર ફરવા લાગ્યા. દેવગે ફરતાં ફરતાં તેમણે કૈપાયન તાપસને એકાંતે બેઠેલે છે. તે તાપસ ત્યાં ભયથી એકાંતે દુરૂપ તપ કરતા હતા. “અરે, આ પાપી છે, એમ કહી ક્રોધથી રાતા થઈ તે અતિ બળવાન કુમારે તેને પત્થરથી, મુષ્ટિએથી અને લતાઓથી મારવા લાગ્યા. કુંભાર જેમ માટીને ચોળી નાખે તેમ તેઓએ મદથી તે તાપસને ચોળી નાંખી મરણ તુલ્ય કરી હર્ષ પામતા દ્વારિકામાં આવ્યા. આ વૃત્તાંત કેઈએ આવી કૃષ્ણને જણવ્યો. તે સાંભળી “અરે, એ મૂર્ખાઓએ કેવું કામ કર્યું?” એમ કૃષ્ણ હૃદયમાં ચિંતવવા લાગ્યા. પછી કૃષ્ણ બલભદ્રને સાથે લઈ સત્વર પર્વત ઉપર આવ્યા. ત્યાં તેમણે દૃષ્ટિવિષ સર્ષની જેમ કેપથી રાતાં નેત્રવાલા તે તાપસને જે. પછી- કેપ રૂપ -અગ્નિને