________________
૩૩૯
પર્વત ઉપર આવેલ છે. હવે થાડા વખતમાં શાંખ વિગેરે કુમારે ત્યાં જશે. તેઓ મદ્યપાન કરી ઉન્મત્ત થઈ તેને મારી નાંખશે. પછી તે તાપસ નિયાણુ' કરી ઘણા યાદવેાની સાથે મૃત્યુ પામી દેવમાં ઉત્પન્ન થઈ દ્વારિકા નગરીને બાળી નાંખશે અને તમારી જરા માતાના ઉદરથી થયેલા તમારા ભાઈ જરાકુમારથી તમારો નાશ થશે. સસારની સ્થિતિ એવી જ છે.’ આ વખતે જરાકુમાર ત્યાં હાજર હતા. પ્રભુનાં મુખથી આ બધુ સાંભળી તેણે વિચાયું કે, આવું અગાધ પાપ કરીને હું નરકે ન જાઉં તેા વધારે સારૂ, હવે અહીંથી ચાલ્યા જાઉ કે જેથી મને આ કૃષ્ણના સંગમ ન થાય. આ પ્રમાણે વિચારી જરાકુમાર ધનુષ્ય અને ભાથા લઈ વનમાં ચાલ્યા ગયે. પેલા તાપસ દ્વૈપાયન પણ એ પાપના ભયથી ભીરૂ થઈ વનમાં રહ્યો હતા, અને યાદવા તથા દ્વારિકાના ક્ષય ન કરવા, એવું તે ધારતા હતા.
શ્રી નેમિનાથ પ્રભુનાં આ વચન સાંભળી કૃષ્ણ વાસુદેવ, મદ રહિત થયેલા હસ્તીની જેમ શિથિલ થઈ ગયા અને પ્રભુને વંદના કરી હૃદયમાં દુઃખી થતા તેમણે દ્વારિકામાં પ્રવેશ કર્યો. પછી કૃષ્ણે પેાતાના પુત્ર વિગેરે સ યાદવાને ખેલાવી પ્રભુએ કહેલાં વચના સંભળાવ્યાં અને કહ્યું કે, હું લોકો, આપણી દ્વારિકા નગરીના ક્ષયનું મૂળ મદિરા છે અને મદિરાથીજ તેના નાશ થવાના છે, તેથી તમે તેના ત્યાગ કરો. ઝેરની જેમ તેનું પાન કાઈ એ કરવું નહિ.’કૃષ્ણનાં આવાં વચન સાંભળી તેમણે ભય પામી મદિરાને ત્યાગ કરવાને પતની ગુફાઓમાં છેડી દીધી. પછી કૃષ્ણે પહની