________________
પ્રાપ્ત થયું, કારણ કે, સેય સૂતર સહિત હોય તો જડ્યા વિના રહેતી નથી.
પછી પ્રભુ નેમિનાથ લાભને અર્થે વિહાર કરી ફરી ત્યાં સમવસર્યા. મુનિઓ અને વણિકે લાભ જોઈને જ વિચારે છે. પ્રભુને સમોસરેલા જાણી કૃષ્ણ શાંબ વિગેરેને બેલાવી કહ્યું કે, જે પ્રભુને જઈ પહેલે નમશે તેને આ ઘેડે મળશે.” કૃષ્ણનાં આ વચન સાંભળી ભવ્યપણુથી રહિત એ પાલક નામે તેમનો પુત્ર અશ્વ ઉપર બેસી રહેલી રાતમાં સત્વર ચાલ્યું. તેણે પ્રભુને વંદન કરી કહ્યું કે, “તમારે કૃષ્ણને કહેવું કે, પાલકે સર્વ પ્રથમ મને વાદ્યો છે.”
મેટી ભક્તિવાલે શાંબ કુમાર પ્રભાતે ઉઠી શય્યા છોડી શ્રી નેમિપ્રભુની સન્મુખ સાત આઠ પગલાં જઈ ઉભો રહ્યો. પછી તેણે એક સાટિક ઉત્તરાસંગ કરી અને સર્વ કર્મને નાશ કરનારા શકસ્તવ વિગેરેથી પ્રભુને વંદન સ્તુતિ કરી. પેલે પાલક ઉતાવળે કૃષ્ણની પાસે આવ્યો અને તેણે દર્પક અશ્વની માંગણી કરી. કૃષ્ણ કહ્યું, “નેમિનાથ પ્રભુની પાસે જાઉં છું. તેમને પૂછીને પછી અશ્વ આપીશ.” આ પ્રમાણે કહી પ્રદ્યુન, શાંબ વિગેરે પુત્રથી વીંટાએલા કૃષ્ણ નેમિનાથને નમવાને ઉત્કંઠિત થઈ સમવસરણમાં આવ્યા કૃષ્ણ વંદના કરી પ્રભુને પૂછયું કે, “સ્વામી, આ શાંબ અને પાલક એ બંનેમાંથી આપને પ્રથમ વંદના કેણે કરી છે કે જેને હું અશ્વ આપું.” પ્રભુએ કૃષ્ણ વાસુદેવને ઉત્સુક થઈ કહ્યું, “તમારા પુત્ર પાલકે મને દ્રવ્યથી વંદના કરી છે અને હૃદયમાં પૂર્ણ ભક્તિવાલા શબે ભાવથી વંદના
અથમ વદના કોણ
અશ્વ આપુ
ઉસુક થઈ કો.