________________
૩૩૫
ઉત્પન્ન થયેલા, સમુદ્રવિજય રાજાના પુત્ર, સ્વામી નેમિનાથના ભાઈ અને તેમના શિષ્ય એવા રથનેમિ, તમે હજુ પણ કેમ શરમાતા નથી? પ્રથમથી નિષ્કલંક એવા કુળને કલંકિત કરે નહિ. જે મસ હેય તે ચંદ્રનાં કિરણ જેવાં વેત વસ્ત્રને કલંક્તિ -મલિન કરે છે. તું સર્વજ્ઞાને શિષ્ય થઈ આવું નિંદિત કર્મ શું કરે છે? અને હું મહાસતી થઈશું એવું નિંદિત કર્મ કરી ઘેર નરકમાં પડીશ? અરે ! તું ગધેડાના જેવી આવી નઠારી આશા છોડી દે. પ્રભુની પાસે જા અને પુનઃ શુદ્ધ વ્રત કર. અધમ કુળમાં ઉત્પન્ન થયેલ નાગ પણ વમન કરેલાને ફરીવાર ગ્રહણ કરવા ઈચ્છતે નથી. તે હે દુર્મતિ, તું એનાથી પણ નીચ લાગે છે. જે તું આ પ્રમાણે કામવશ હતા તે તારે શા માટે વ્રત લેવું હતું ? અને જે તે આ વ્રત સત્ય રીતે લીધું હોય તે હવે એ નિર્મળ વ્રતનું પાલન કરવું જોઈએ. બળતા અગ્નિમાં પ્રવેશ કરવો સારે પણ વ્રતને ભંગ કરવો સારે નહિ. આપણે બંનેને નરકનું કારણરૂપ એવું આ દુર્વચન હવે મારી પાસે કહીશ નહિ. કદી તારામાં એવી કુબુદ્ધિ ઉત્પન્ન થઈ હોય તો તેને તારા હૃદયમાં જ રાખજે.” આ પ્રમાણે સાધ્વી રાજીમતીએ ચાતુર્યભરેલાં વચનોથી પ્રતિબંધ કરવાથી રથનેમિના હૃદયમાં સારી અસર થઈ અને તે પોતાના દુષ્કર્મની નિંદા કરતે ભગવંત નેમિનાથની પાસે આવ્યો. તેણે પ્રભુની આગળ પોતે કરેલા વ્રતના ભંગની આલેચના લીધી. પછી પ્રભુએ બતાવેલી તપસ્યા કરી પ્રભુની સાથે તેણે વિહાર કર્યો. એક વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહી તેમને કેવલજ્ઞાન