________________
-
૨૩૨
એક વખતે કૃષ્ણ હર્ષથી પૂછયું કે, “આ સાધુઓના વૃદમાં દુષ્કર કામ કરનાર કોણ છે?” સ્વામી બેલ્યા, “કૃષ્ણ, સર્વ યતિઓ દુષ્કર કામ કરનારા છે. હારના મણિઓની જેમ તેમનામાં અંતર તફાવત કહેવામાં હું ઉત્સાહ રાખતે નથી. તથાપિ મારે કહેવું જોઈએ કે, તેઓમાં ઢંઢણમુનિ અતિ દુષ્કર કાર્ય કરનાર છે, કારણ કે, તેણે ભિક્ષાના અલાભને પરીષહું સહન કર્યો છે.” આ વાર્તા સાંભળી કૃષ્ણ પ્રભુને નમી પોતાની નગરી તરફ ગયા. માર્ગમાં જતાં ઈર્યાપથિકી ક્રિયા વડે જતા ઢઢણમુનિ તેમના જેવામાં આવ્યા. તેમને જોતાં જ રાજાઓમાં શ્રેષ્ઠ કૃષ્ણ હાથી ઉપરથી ઉતરી પડ્યા અને પરમ ભક્તિ વડે તેમણે લલાટ ઉપર રજનું તિલક કરતાં મુનિને વંદના કરી. કૃષ્ણને આ પ્રમાણે આદરથી વંદના કરતા જેઈ કઈ એક ગૃહસ્થ મનમાં ચિંતવ્યું કે, “જેને કૃષ્ણ જેવા રાજા મહાભક્તિથી વંદના કરે છે, તે આ કેઈ ઉત્તમ પુરૂષ લાગે છે. આવું ચિંતવી તે ગૃહસ્થ ઢઢણમુનિને પિતાને ઘેર લઈ ગયે અને તેણે ભક્તિ વડે સિંહકેશરીઆ મોદકથી મુનિને પ્રતિલાભિત કર્યા. તે વખતે ઢંઢણમુનિ હર્ષ પામી મનમાં ચિંતવવા લાગ્યા કે, આજે આવા લાભથી મારા કર્મને ક્ષય થઈ ગયો. પછી ઢંઢણમુનિ સિંહકેશરીઆ મોદકથી પત્ર ભરી પ્રભુની પાસે આવ્યા. અને પ્રભુને નમસ્કાર કરી તે મેદક બતાવ્યા. તે ઉપરથી પ્રભુએ કહ્યું, “હે ઢઢણમુનિ, આ તારી લબ્ધિ નથી, પણ તે કૃષ્ણ વાસુદેવની લબ્ધિ છે, તેથી તારું કર્મ ક્ષીણ થયું નથી, કારણ કે, કઈ ગૃહસ્થ તને કૃષ્ણને વંદન કરતા જોય,