________________
૩૩૧
કે, “સ્વામી, આ ઢઢણ મુનિએ પૂર્વે શું કર્મ કર્યું હશે કે જેથી ભિક્ષામાં અંતરાય આવે છે. હાથમાં રહેલા આંમલાનાં ફળની જેમ અથવા હાથમાં રહેલાં નિર્મળ જળની જેમ વિશ્વને જેનારા તે સાધુઓને કહ્યું.
આ ઢઢણકુમારને પૂર્વભવ
મગધ દેશમાં ધાન્યપુર નામનાં ગામને વિષે પરાશર નામે એક બ્રાહ્મણ હતા. તે રાજાને મોટી સમૃદ્ધિવાલે પુરહિત હતો. તે કણબી લેકોની પાસે રાજાના ક્ષેત્રને વવરાવતે હતેતે કણબી ખેડુતોને ભોજન કરવાને સમય થતે અને તેમનું ભાત આવતું તે પણ તે નિર્દય પરાશર તે ક્ષુધાતુર કણબીઓને ભોજન લેવાને છેડતું ન હતું. સુધા અને તૃષાથી પીડિત અને અત્યંત દુઃખી થતા બળદોની પાસે તે જુદા જુદા ચાસ કરી ખેડાવતે હતે. આવાં પાપ કર્મથી અંતરાય કર્મ બાંધી તથા ઘણા ભવમાં ભટકી તે પરાશર કૃષ્ણને પુત્ર ઢંઢણુકુમાર થયેલ છે.
પૂર્વનું તે અશુભ કર્મ ઉદય આવતાં ઢંઢણકુમારે એ સમૃદ્ધિવાલી નગરીમાં પણ ભિક્ષા મેળવી નહિ. પ્રભુનાં મુખથી પિતાનું પૂર્વ કર્મ સાંભળી ઢંઢણ મુનિએ કહ્યું, “હે સ્વામી, કદી હું પરલબ્ધિથી ભિક્ષા ગ્રહણ કરીશ નહિ. પણ હવે હું
લબ્ધિથી અંતરાય કર્મ ક્ષીણ થયે ભિક્ષા મેળવીશ અને હવેથી આ રીતે ભિક્ષાના અભિગ્રહવાળો હું થયે છું.” આ પ્રમાણે અભિગ્રહ લઈ તે ઉદાર બુદ્ધિ ઢઢણુકુમાર નગરીમાં ભમવા લાગે, પણ તેણે જળ પણ પ્રાપ્ત કર્યું નહિ. પાયે કરીને કમ દુત્યજ છે.