SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ સમ્યકત્ત્વ, અને તીથંકર ગાત્રકમ ઉપાન કર્યુ છે અને સાતમી નારકીનું આયુષ્ય આંધેલુ' તે શુભ ભાવથી ત્રીજી નારકીને ચાગ્ય કર્યુ છે. વળી અંતે કર્માંના ક્ષયથી નિકાચિત કરશેા.’ પ્રભુનાં આવાં વચન સાંભળી કૃષ્ણે પ્રસન્ન મનથી કહ્યું, સ્વામી, હું ફરીવાર વંદના કરૂ કે જેથી મારૂ ત્રીજી નારકીનું આયુષ્ય છેદાઈ જાય.' પ્રભુ મેલ્યા, કૃષ્ણ, પહેલાં તમને સ્થિર હૃદયથી જે ભાવ આવ્યો હતા, તે ભાવ હવે પુન: કદી નહિ આવે.' પછી કૃષ્ણે પ્રભુને પૂછ્યું, સ્વામી, મારી સાથે વંદના કરનારા વીરકને શું ફળ થયું ?' પ્રભુ ખેલ્યા, તેને તેા કેવલ શરીરને કલેશ જ થયા છે. હું રાજા, તમને તેની ઉપર જે સ તાષ થયા તે તેને અને પરલાકનું ફળ તા ભાવથી જ પ્રગટે છે.’ આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી કંસને હનાર કૃષ્ણે પોતાના નગરમાં આ લાકનું ફળ છે ચાલ્યાં ગયા. એક વખતે કૃષ્ણની ઢાંઢારાણીથી ઉત્પન્ન થયેલ ઢઢણુ નામના પુત્ર કે જે ઘણી સ્ત્રીઓને પરણ્યા હતા તેણે પ્રભુની પાસે ધમ સાંભળી તે સ્ત્રીઓના ત્યાગ કરી દીક્ષા લીધી. પછી શુદ્ધ બુદ્ધિવાલા તે ઢઢણે તપસ્યા કરતાં પ્રભુની સાથે વિહાર કર્યાં. એવી રીતે રહેતાં તેને પૂર્વે કરેલ અંતરાય ક. ઉદયમાં આવ્યું. તેથી મેાટી સમૃદ્ધિવાલી તે નગરીમાં ભિક્ષા અર્થે ફરતાં તેને ભિક્ષાની પ્રાપ્તિ થઈ નહિ. બીજા પણ સાધુઓ તેની સાથે ભિક્ષા અર્થે અટન કરતા હતા, તેમને પણ તેની સંગતને લઈને ભિક્ષાના લાભના ઉદય થયો નહિ. પછી તે સાધુઓએ આવીને પ્રભુને પૂછ્યું
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy