________________
૨૫
થઈશ નહી. અમે તે શિશુપાલ રાજાની સહાયતા કરવા જઈએ છીએ.
આમ કહી ભીમરાજા મૌન રહ્યા. ત્યાર પછી મૂર્તિધારી સાહસ હોય નહીં શું? દેહધારી પ્રત્યક્ષ સિંહ હેય નહી શું? શરીરધારી આવેલ વિનય હાય શું? જાણે આકૃતિવાળી નીતિ કેમ હોય? તથા શરીરધારી પરાક્રમની શંકા કરાવતે યુવાન ભમ્મરાજાને પુત્ર રૂકિકુમાર બોલે કે-અખતર પહેરી ઉભેલે હું હયાત છતાં આપ યુદ્ધ કરવા જશો તે તે મારે જીવવું વૃથા છે. કારણ કે યુવાન પુત્રની હયાતી છતાં પિતા સંગ્રામમાં જશે તે પછી યુવાન પુત્ર શું ઘાસ કાપશે? જે કે આપ તે પુત્રના નેહને લીધે અથવા સંગ્રામમાં અશક્ત જાણી મને અટકાવે છે, પણ પિતા. ઇક્વાકુ વંશમાં જન્મેલા બાળકોમાં પરાકમ જન્મથી જ સિદ્ધ હોય છે. માટે મનમાં શંકાને અવકાશ ન આપતાં કૃપા કરી આપ પાછા ફરે. નિઃશંકપણે આપ રાજ્ય કરો અને પ્રજાનું પાલન કરે. વિવિધ કીડાઓથી બાળકોને રમાડે. ગેખમાં બેસી નૃત્ય કરનારાઓનું નૃત્ય જુઓ અને વિદૂષકનાં હાસ્યજનક વાક્યો શ્રવણ કરો.
હે રૂકિમણું! ભીષ્મરાજા પુત્રની મધુર વાણી શ્રવણ કરી અતિ સંતુષ્ટ થશે, કારણ કે પુત્રની મધુર વાણી કયા પિતાને સુખદાયી ન થાય? એક તે પુત્રનું વચન અને વળી શ્રવણેન્દ્રિયને પ્રીતિજનક, એક તો અતિ ઉત્તમ જાતિનું સુવર્ણ અને બીજી સુગંધ, એ કોને વહાલું ન લાગે? પુત્રનું વાક્ય હિતકાર માની ભીમરાજાએ સજજ કરેલી સેનાની સાથે