________________
૨૪
કુશળ છે કે ? ક્રૂતે કહ્યું કે આપના મિત્રની કુશળતા વતે છે, પણ પરાક્રમી શિશુપાળ રાજા શત્રુઓ ઉપર ચડાઈ કરવા ધારે છે. તેમાં પરાક્રમી, દુઃસહુ આપની સહાયતા લેવા ધારે છે તેથીજ તેણે મેકલેલા હું આપની પાસે આવ્યા છું. માટે આપની જે ઇચ્છા હોય તે મને ફરમાવેા.
આમ વચન સાંભળી તના સત્કાર કર્યાં. પછી હૃદયને આહ્લાદજનક તથા વિનયવિશિષ્ટ એક પત્ર લખી કૂતને આપ્યા અને કહ્યું કે આ પ્રમાણે મોઢાના સમાચાર કહેજે કે, હું રાજન્સજ્જ કરેલી સેના સહિત મને સત્વર આવેલા જ જાણજે. હણહણાટીથી દુશ્મનાની છાતીમાં કંપ ઉત્પન્ન કરનારા ઉત્તમ અશ્વો તૈયાર કરાય છે, માવત લેાકે હાથીઓને હસ્ત ચાપલ્યાદિકથી સજજ કરે છે. સૂત્રધારાને (સુતાર લેાકેાને) ખેલાવી ભાંગી ગયેલા થાદીક તૈયાર કરાય છે. શસ્ત્ર સજનારાએ પાસે શસ્ત્રો સજાવી અતિ તીક્ષ્ણ કરાવાય છે. ઘેાડેસ્વાર તથા પાયદળા પાસે કવાચેત કરાવાય છે. ત્રુટિ ગયેલાં અખતરા નવીન કરાવાય છે. માટે કશી પણ ચિંતા ન કરશે.
હું દૂત! ઉપર કહેલા મેઢાના સમાચાર કહેજે. એમ કહી દૂતને વિદાય કર્યાં. પછી પેાતાના પુત્રને ખેાલાવી કહ્યું હે પુત્ર! કુલ પરંપરાગત રાજ્યનું નિરંકુશપણે તું પાલન કર ને જરા પણ પ્રમાદ કરીશ નહી. કારણ કે પ્રમાદ કરવાથી સૂષને માર જેમ સત્વર ગ્રહણ કરી લીએ છે તેમ ટાંપી રહેલા આપણા દુશ્મને રાજ્યને કબજે કરતાં વાર નહી લગાડે, માટે તું સાવધાન થઈ રહેજે આળસુ