________________
હે પુત્રી ! આમ કહી તે મુનિ ચાલ્યા ગયા, કારણ કે વાયુની પેઠે તથા પક્ષિઓની પેઠે મુનિઓ એક સ્થાનમાં રહેતા નથી. તે સમયે હું રાજાની પાસે બેઠેલી. મેં સર્વ હકીકત, ધ્યાન દઈ સાંભળી હતી. માટે હે પુત્રી ! નારદમુનિએ દીધેલે આશીર્વાદ મિથ્યા થાય તેમ નથી.
રૂકિમણી બેલી હે ફઈ! આ વાત તે તમે જાણે છે કે મને શિશુપાળને આપી છે. તે મુનિના આશીર્વાદની સત્યતા શી રીતે બની શકશે ?
યથાર્થ અને અમૃતસમાન વાણી બોલનારી તે ભીષ્મરાજાની બહેન રૂકિમણને કહે છે કે તારા માતાપિતાએ તને શિશુપાળને આપી નથી, પણ શિશુપાળની પાસે ગયેલા તારા બંધુયે તને ત્યાં આપી છે. ત્યાંથી આવી તારા ભાઈએ એ વાત કરી ત્યારે તારા માતાપિતાએ એ વાત કબુલ કરી, અને જો તું પૂછતી હે કે મારે બંધુ શિશુપાળ પાસે શા માટે ગયે હતું, તે તેનું ત્યાં જવાનું કારણ કહું છું તે તું સાંભળ.
તારા પિતાની સાથે શિશુપાળની મિત્રતા છે એમ મારા જાણવામાં છે. એક દિવસે તારે પિતા ભીષ્મરાજા હર્ષ સહિત સભામાં બેઠે હતું તેવા સમયમાં દ્વાર પાસે આવી જણાવ્યું કે મહારાજ ! દ્વાર પ્રદેશમાં એક દૂત આવી ઉભેલે છે, તે આપની આજ્ઞા હોય તે તેને અહીંયા બેલાવું. ત્યારે રાજાએ કહ્યું કે તેડી આવ. આમ રાજાની આજ્ઞા થતાં જ દ્વારપાલે તે દૂતને અંદર પ્રવેશ કરાવ્યો. તે દૂત મસ્તક નમાવી પ્રણામ કરી ઉભે રહ્યો. રાજાએ પૂછ્યું કે શિશુપાળ