________________
२२
અર્થ :-સામુદ્રિક શાસ્ત્રને જાણનારા, ગુરુએ, બ્રાહ્મણા, કાયલ, વીણા, વેશ્યાએ અને વાંસની વાંસળીએ એ સઘળાં પ્રિય શબ્દ જ ખેલે છે.
ત્યારે ભીમરાજાની એન એટલી કે નારદાદિક મુનિએ અસત્ય વક્તા હોતા નથી. મેં પણ એક બીજા મુનિના મુખથી સાંભળેલ છે. હે પુત્રી ! કણ ને અમૃતના રસ સમાન તે હકીકત તને કહું છું તે સાંભળ.
કંસના નાનાભાઈ, જ્યાતિષશાસ્ત્ર જાણનારા, યથા વક્તા, અતિમુક્તક નામના મુનિ એક દિવસે ગેાચરી માટે આપણે ઘેર આવ્યા હતા. ત્યારે તારા બાપે ઉત્તમ અન્નપાનાર્દિકથી સંતુષ્ટ કરી, શુભ સ્થાન ઉપર બેસાડી મુનિને આ પ્રમાણે પૂછ્યું કે, હે મુનિરાજ, સુવણુ સમાન કાંતિવાળી રૂકિમણી નામની મારી પુત્રીને ચેાગ્ય તથા ભુવનમાં અતિ પ્રખ્યાત કાણુ પતિ થશે, તે આપ જરા વિચારી કહેા.
ભીષ્મરાજાના વચન શ્રવન કરી અતિમુક્તક નામના મુનિ ખેલ્યા, હે રાજન ! યાદવ વશમાં માણિકય સમાન, ગંભીરતામાં સમુદ્રની ગંભીરતાને નહીં ગણનાર, નારીના નયનને ઉત્સવ કરાવનાર, ગુણેામાં સાગર સમાન, અતિ અલવાન્, રૂપમાં કામદેવ સમાન, વસુદેવ મહારાજના પુત્ર શ્રીકૃષ્ણે ક ંસના સમૂલ ઉચ્છેદ કરી, અનેક યાદવેાસહિત સોરઠ દેશમાં આવી, દેવતાએ બનાવી દીધેલી શ્રી દ્વારિકાપુરીમાં હાલ રહેલા છે. તે કૃષ્ણુ મહારાજા, કેતકીના ઉપભાગ લેનારા, ભ્રમરની પેઠે કનક સમાન વ વાળી આ તારી પુત્રીના ઉપભાગ લેશે. અર્થાત્ તેજ પતિ થશે.