________________
થયા છીએ માટે કોઈએ પણ ખલ પુરૂષનો સંગ ન કરે એમ જે દેશમાં નાગરવેલ લેકને શિખામણ આપે છે, અનેક તીર્થોથી પવિત્ર મનહર સોરઠ નામે દેશ છે, તે દેશના પૂર્વ ભાગમાં ભક્તિને લીધે કૃષ્ણનું અતિથ્ય કરવા માટે પ્રાપ્ત થઈ હોય તેમ જણાતી, કુબેર મહારાજે બનાવેલી, કેટિ રનેથી ભરેલી, જેને ફરતે સુવર્ણ કિલ્લો તથા સમુદ્રરૂપ ખાઈ છે, અનેક વસ્તુને જેમાં સંયમ છે એવી, નેત્રને આનંદ કરનારી શ્રીદ્વારિકા નગરી છે.
રૂપમાં કામદેવ સમાન, ચારે દિશાઓની લક્ષ્મીથી આશ્રય કરાયેલ, શ્રી નેમિનાથ તથા બલદેવાદિક બંધુ વર્ગથી શોભતા, યાદવ વંશરૂપ સમુદ્રને આનંદજનક ચંદ્ર સમાન તે દેશને તથા તે નગરીને પાવન કરનાર, વસુદેવ રાજાના પુત્ર કૃષ્ણ મહારાજ છે. હું માનુનિ ! મારી એક જી હા હોવાથી કૃષ્ણનું વર્ણન હું કરી શકું તેમ નથી, જે મારી કોટી જી હા હોય તે તેનું સંપૂર્ણ વર્ણન કરી શકું,
આવી રીતે કૃષ્ણનું વર્ણન કરી પૃથ્વીની અંદર ડાટેલા નિધિની પેઠે રૂકિમણીના હૃદયમાં કૃષ્ણને સ્થિર કરી સ્વાર્થ સિદ્ધ થવાથી નારદમુનિ ચાલતા થયા. | મુનિ ગયા પછી રૂકમણું પોતાની ફઈને કહે છે કે ફઈ! મુનિરાજ બેલ્યા તે સત્ય હશે કે અસત્ય હશે? હું ધારું છું કે, ઘણું કરીને ગુરુજન ભક્તજનનું મન સંતુષ્ટ થવા માટે પ્રિય વચને બોલે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
सामुद्रिकशास्त्रविदो गुरवो ब्राह्मणाःपिका: प्रिय मेव हि भाषन्ते वीणा वेश्याश्च वेणव: ॥१॥