________________
બેલ્યા? કારણ કે બ્રહ્મચારી હોવાથી તેનું વચન અસત્ય ન હોય.
ભીમરાજાની બેન મુનિને કહે છે કે, સ્વામિન? આપે કહેલા કૃષ્ણ મહારાજ એ કોણ છે, ક્યા વંશને ભાવે છે, કયા રાજાની પુત્રીને પરણેલા છે, કયા દેશને પવિત્ર કરે છે, કઈ પુરીને પવિત્ર કરે છે, તથા રૂપ આકૃત્યાદિકની શી હકીકત છે તે સઘળું સાંભળવા ઉત્સુક છીએ માટે કૃપા કરી કહો. - વાણીના સમુદ્રરૂપ નારદમુનિ ધારેલા કામની સિદ્ધિ થવાથી મનમાં હસતાં હસતાં બેલ્યા કે, હે માનનિ, પુત્રોની મનવાંછા પૂરનાર પિતાની પેઠે જે દેશમાં સમુદ્ર મુક્તાદિ ઉત્તમ વસ્તુઓ આપી ધનિક લોકેની ઈચ્છા પૂર્ણ કરે છે, જે દેશમાં પગલે પગલે સોપારી વૃક્ષો અને શ્રીફળનાં વૃક્ષો છે, જે દેશમાં પાકેલાં અગણિત ફળને લીધે અતિ નમી ગયેલી શાખાઓથી કદાપિ નહિ નમતા બાવળના વૃક્ષને ધિક્કારતા, માર્ગને ભાવતા મનોહર અસંખ્ય આમ્ર વૃક્ષ છે, જે દેશમાં ખેલ પુરૂષને દાન રૂપ માગે ચડાવનારા સજજનની સમાન રહેલા, મધુર રસને ધારણ કરનાર સેંકડો શેરડીના વાડ રહેલા છે. જે દેશમાં નદીઓ, તૃષાથી આકુલ થયેલા પથિક જનને વારંવાર જલપાન કરાવે છે, જે દેશમાં સમુદ્રને પવન પથિકજનના શ્રમથી થયેલા સ્વેદ બિંદુનું પાન કરે છે, જે દેશમાં નદીના તીર ઉપર રહેલાં વૃક્ષો, માંગેલા ફળ તથા જળ આપવાથી લોકોને આતિથ્ય શીખવે છે, ખલ (ચૂનો તથા કાથો) ને સંગ કરવાથી અમે નિષ્ફળ