________________
૧૯
પડે. એમ વિચારી નારદમુનિએ વાતચીતમાં તેના વિવાહ વિશે રાજાને પૂછ્યું. ત્યારે રાજાએ જણાવ્યું કે શિશુપાલરાજાને આપી છે પણ હજી વિવાહ કરેલા નથી. આવાં વચનામૃત સાંભળતાં જ અતિ હર્ષ થવાથી જેની રામપક્તિ ઉભી થઈ ગઈ છે તથા પરસ્પર કલહુ કરાવવામાં પ્રીતિ ધરાવનારા નારદમુનિ આવી રીતે પ્રેમવાર્તાએ કરી બાલ્યા કે રાજન્ તને કુશલ જોઈ હું ખુશી થયા છું. હવે પછી સાધુએમાં ભાવ રાખનારી શ્રીમતીને અને ખાલ વિધવા તારી બેનને તથા રૂકિમણી નામની તારી પુત્રીને હું જોવા ઇચ્છું છું.
રાજાએ કહ્યું કે મહારાજ બહુ સારૂં, અમારૂં ઘર પવિત્ર કરે. તમારા ચરણમાં પ્રણામ કરી સ` સ્ત્રીએ ઉત્તમ આશિર્વાંદ પામે.
આમ કહી પછી તરત જ મુનિ આસન ઉપરથી ઉઠીને અંતઃપુરમાં ગયા. આવતા દેવર્ષિને જોઈ પ્રમુદ્રિત થયેલી, અંતઃપુરમાં રહેનારી સર્વે સ્ત્રીએ આદરપૂર્ણાંક આસન ઉપરથી ઉભી થઈ, એક એક જણી મુનિને પ્રણામ કરવા લાગી. મહાત્મા પાસેથી ચેાગ્યતા પ્રમાણે આશિર્વાદ મળ્યા. રૂકિમણીએ પશુ ઉત્તમ ઋષિને વાંદ્યા. ત્યારે ઋષિએ આશિષ આપી કે યાદવકુળનું આભૂષણ દ્વારિકારૂપ સ્વર્ગ પુરીને ભક્તા ઈંદ્રના અનુજ ખંધુ શ્રીકૃષ્ણ મહારાજની તું મુખ્ય પટરાણી થા.
મુનિના આમ કહેવાથી આશીવચનમાં લજ્જીત થયેલી રૂકિમણી ઘુમટો કાઢી પેાતાની ફઈને નેત્રના ઈસારાથી પૂછે છે કે; સૂર્યંના તાપથી પ્રફુલ્રિત થયેલા કમલ સમાન નેત્રવાળા આ મુનિ ( તું કૃષ્ણની મુખ્ય પટરાણી થા એ વચન ) |