________________
૩ર૭
હોય તે હું તેમને અંતરાય કરીશ નહિ, પણ ઉલટે તેમને સર્વથી વધુ અતિશયવાલે ઉત્સવ કરીશ.” આ અભિગ્રહ લઈ અને નેમિ પ્રભુને નમી કૃષ્ણ નગરીમાં આવ્યા. તે વખતે વિવાહને એગ્ય એવી કન્યાઓ કૃષ્ણની પાસે આવી એટલે કૃણે કહ્યું, “હે કન્યાઓ, તમારે રાણું થવું છે કે દાસી થવું છે?” ત્યારે તેઓ બેલી, “અમારે રાણું થવું છે.” પછી કૃષ્ણ નેમિ પ્રભુની પાસે આવી તેમને સત્વર દક્ષા અપાવી. તેમાંથી એક કન્યા બાકી હતી, તેને તેની માતાએ શીખવ્યું કે, જે તને તારા પિતા પૂછે તે તું કહેજે કે, મારે તે દાસી થવું છે.” કૃષ્ણ તેણીને પૂછતાં તેણીએ દાસી થવાનું કહ્યું. તેણીને તેની માતાએ શીખવ્યું છે, એ વાત કૃષ્ણના જાણવામાં આવી એટલે તેણે મનમાં વિચાર્યું કે, મારી કન્યાઓ વિવાહિત થઈને આ સંસારકુપ રૂપી અટવીમાં ભમ નહિ. હવે આ કન્યાને માટે હું કાંઈ તેવું કર્યું કે, જેથી બીજી કન્યાઓ ફરીવાર તેણની જેમ કહે નહિ. આવું વિચારી કૃષ્ણ એકાંતે આવી પેલા વીરક વણકરને હસતાં હસતાં પૂછ્યું, “અરે વણકર વીરક, તેં કોઈ મોટું કામ શું કર્યું છે તે જણાવ.” વીરક બેન્ચે, “મહારાજા કૃષ્ણ, મારૂં બળ કેવું છે તે સાંભળે. મેં એક વખત બદરીના વૃક્ષ ઉપર રહેલા કાકીડાને પથરાથી માર્યો હતે. એક વખત રથ ચાલવાના માર્ગમાં વહેતા પાણીને ડાબા પગથી રેકી દીધું હતું. કહે, કૃષ્ણ હું કેવો બળવાન? હે કૃષ્ણરાજા, વળી મારૂં બીજું બળ સાવધ થઈને સાંભળો. એક વખતે વસ્ત્રપાનના કલશમાં સેંકડે માખીઓ પેસી ગઈ હતી, તે બધી