________________
૩૨૮ મેં હાથ નાંખીને પકડી હતી.” વીરકનાં આવાં વચન સાંભળી કૃષ્ણ સભામાં આવી રાજાઓને કહ્યું, “ભાઈઓ, તમે સર્વે આ વરકનું મેટું બળ સાંભળે.” હરિનાં આવાં વચનથી રાજાએ તે સાંભળવાને અતિ આદરવાલા થયા. પછી કૃષ્ણ બોલ્યા, “જેણે બદરી (બરડી) વનમાં રહેલા એવા લાલ ફણાવાલા ભયંકર સર્પને ભૂમિશસ્ત્રથી ક્ષણમાં મારી નાખ્યો હિતે, વળી જેણે ચકથી પૈડાંથી ખદેલી અને ડોહળાં જળને વહન કરતી ગંગા પિતાના ડાબા પગથી અટકાવી હતી' વળી જેણે કુંભપુરમાં ગર્જના કરતી સેનાને તરત ડાબા હાથથી રૂધેિલી હતી, તે આ મહા ક્ષત્રિય છે. માટે મારી પુત્રી કેતુમંજરીને યોગ્ય એ આ જ પતિ થાઓ.” આ પ્રમાણે કહી કૃષ્ણ કહ્યું, “હે વીર, મેં અર્પણ કરેલી આ પુત્રીને તે ગ્રહણ કર.” પછી પુત્રીને કહ્યું, “વત્સ! તું આ પતિની પત્ની થા અને તેની સાથે સુખે રહી ભેગ ભેગવ, આ વર મેં તને સેપ્યો છે. વીરક કેતુમંજરીને પરણવા ઈચ્છતો ન હતે પણ કૃષ્ણ ભ્રકુટી ચડાવી તેને બીવરા એટલે કેતુમંજરીને હાથે પકડી પિતાને ઘેર તેને તેડી લઈ ગયે. પછી આ કૃષ્ણની પુત્રી છે, એમ ધારી તે વીરક તેણીને પલંગ પર બેસાડી ઉત્તમ ભોજ્ય રસવતીથી તેણીની હંમેશાં સારી બરદાસ કરવા લાગ્યો.
એક દિવસે કૃષ્ણ વીરકને પૂછયું કે, “તું મારી પુત્રીને શું કરે છે?” રિક બેલ્યો, “મહારાજ, તમારી પુત્રી છે, એમ જાણી રાત્રી દિવસ તેની આરાધના કરૂં છું.” તે સાંભળી ( ૧ ખાબોચીઆનું પાણી. ૨ ઘડાનું પાણી અટકાવવું તે.