________________
૩૨૫ થઈ તેને તે છાયાવાલા સારા સ્થાને મૂકીને જશે. પછી પેલે કપીશ્વર યૂથ વડે વીંટાઈને ત્યાં આવશે અને તે સ્થાન ઉપર પડેલા સાધુને જોઈ પિતાની પૂર્વ જાતિને સંભારશે. પછી પૂર્વની વૈદ્ય વિદ્યા સંભારી તે વાનર વિશલ્ય ઔષધી લાવી તેને દાંત વડે પીસી મુનિના ચરણ તલના ત્રણ ઉપર ઘસી મુનિને નરેગી કરશે પછી તે યૂથપતિ વાનર, “હું પૂર્વે દ્વારિકામાં વૈતરણિ નામે વૈદ્ય હત” એવા અક્ષરે લખીને જણાવશે. પછી તે મુનિ પાસેથી ધર્મ સાંભળી ત્રણ દિવસ અનશન કરી તેના પ્રભાવથી તે સહસ્ત્રાર દેવકમાં દેવતા થશે. પછી તે દેવ અવધિજ્ઞાનથી નમસકાર મંત્રને આપતા એવા તે મુનિને અને પૃથ્વી ઉપર પડેલા પિતાના શબને પ્રેમપૂર્વક અવલોકશે. પછી ત્યાં આવી પ્રગટ થઈ મુનિને વંદના કરી પિતાની ગતિ જણાવશે કે, “હે મુનિ, તમારા પ્રસાદથી મેં આવી દેવતાની ઋદ્ધિ પ્રાપ્ત કરી છે. પછી તે દેવ તે મુનિને પિલા સાધુઓના સાથમાં મૂકી ચાલ્યો જશે અને તે મુનિ સાધુની આગળ તે વાનરની વાર્તા કહી સંભળાવશે.
“હે કૃષ્ણ, એ સિદ્ધ વિદ્યાવાળા બંને વૈદ્યોની વાર્તા આ પ્રમાણે જાણી ઉચ્ચ પદની પ્રાપ્તિને માટે ધર્મને વિષે આસ્થા કરે.” આ પ્રમાણે પ્રભુની પાસે તે વૃત્તાંત સાંભળી શ્રદ્ધારૂપ આભૂષણથી સુશોભિત એવા કૃષ્ણ પ્રભુને નમી ચાલ્યા ગયા અને પ્રભુ પણ ત્યાંથી વિહાર કરી બીજી તરફ ગયા.
સુર અસુરે એ જેના ચરણને નમસ્કાર કરે છે એવા નેમિ પ્રભુ એક વખતે દ્વારિકાનાં ઉદ્યાનની બહાર ચાતુર્માસ રહેવાને સમોસર્યા. તેમણે દેશના આપી અને તે દેશનાને