________________
૩૨૪
તેણે સાચે સાચું કહી આપ્યું; પછી તેને મૃત્યુ પમાડ્યો. કૃષ્ણે ફરીવાર પેલા દેવની આરાધના કરી ખીજી ભેરીની માંગણી કરી. અઠ્ઠમ તપથી સંતુષ્ટ થયેલા તે દેવતાથી નગરીમાં રાગનેા નાશ થઈ ગયા. એ વેધોની વાતા
દ્વારિકા નગરીમાં ધન્વંતરિ અને વૈતરણ નામે એ વૈદ્યો હતા. તમે બંને કૃષ્ણુની આજ્ઞા પ્રાપ્ત કરી હમેશાં નગરીની અંદર વૈદું કરતા હતા. તેઓમાં જે ધન્વંતરિ હતા, તે નિય હતા, તેથી લેાકેાને માંસ તથા મદિરા વિગેરે લેવાના પાપાપદેશ કરતા હતા, અને વૈતરણ બહુ સાવદ્યને વનારા અને પાપ ભીરૂ હતા, તેથી ક તથા અકલ્પ્સના વિભાગથી યાગ્યતા પ્રમાણે ઉપદેશ કરતા હતા. એક વખતે કૃષ્ણે અંજલિ જોડી શ્રી નેમિનાથ પ્રભુને પૂછ્યું, ભગવાન, આ બંને વૈદ્યો જુદા જુદા ભાવવાલા છે. તેએ મૃત્યુ પામીને કચાં જશે ?' પ્રભુ મેલ્યા, કૃષ્ણ, આ ધન્વંતરિ અભવ્ય છે. તે મહા સાવદ્ય કર્મોંમાં તત્પર થઈ સાતમી નરકે જશે. જે વૈતરણ નામે વૈદ્ય છે, તે વધ્યગિરિના વનમાં સ્વેચ્છા વિહારી એવા યૂથપતિ ઉન્મત્ત વાનર થશે. એક વખતે ત્યાં કેટલાક સારા સાધુએ સાની સાથે આવી ચડશે. તેએમાંથી એક મુનિને પગમાં કાંટો ભાંગવાથી લંગડા થશે. તે વખતે મુનિ ખીજા સાધુઓને કહેશે કે, તમે મને છોડી ચાલ્યા જાઓ. જો નહિં જાઓ તેા તમે સા માંથી વિખુટા થઈ જશે અને ક્ષુધા તથા તૃષાથી પીડિત થઈ મૃત્યુ પામી જશે.’ આ પ્રમાણે તે મુનિએ સમજાવેલા તે બધા મુનિએ ક્ષણુ વાર દુઃખી