________________
323
શબ્દવાલી ભેરા છ માસને અંતે દ્વારિકામાં વગાડવી. તેના શબ્દના પ્રભાવથી તમારી નગરીમાં બધી જાતના પૂર્વના રેગે ચાલ્યા જશે અને પછી આગળ રેગ થશે નહિ.” આ પ્રમાણે કહી તે દેવ અંતધ્યાન થઈ ગયા. કૃષ્ણ ઘડા સાથે પિતાની નગરીમાં આવ્યા ત્યાં કોઈ અધિક બળવાન પુરૂષની પાસે તે ભેરી વગડાવી; તે વાગતાં જ તત્કાલ બધા રેગને ઉચ્છેદ થઈ ગ. સત્પરૂષના વચનની જેમ દેવતાનું વચન મિથ્યા થતું નથી. દ્વારિકામાં ભેરી વગાડવાથી રેગ નાશ પામે છે, એ વાત બધે પ્રસિદ્ધ થઈ. તે સાંભળી દાહ જવરથી પિડાતો કોઈ પુરૂષ બીજા દેશમાંથી ત્યાં આવ્યું અને ભેરી પાલકની પાસે એવી માગણી કરી કે, તું એક લાખ દ્રવ્ય લઈ ગુપ્ત રીતે આ ભેરીને એક કટકે મને આપ. આ વાત કઈ જાણશે નહિ, કારણ કે, ચાર કાને થયેલી વાત કદી પણ ભેદોતી નથી. આવી તેની માગણી ઉપરથી દ્રવ્યમાં લુખ્ય એવા તે ભેરી પાલકે તે અર્થે પુરૂષને એક પલ માત્ર ભેરીને કટકે કાપી આપે અને તેને ઠેકાણે ચંદન તથા લાખ ભરી તે ભેરીને સાંધી દીધી. તે ધનલુબ્ધ પુરૂષે વળી તેવી રીતે બીજા પુરૂષને પણ તે ભેરીને કટકા આપે અને પાછી તેવી રીતે સાંધી લીધી. આથી તે ભેરી ચંદનના કટકાની કથા જેવી થઈ ગઈ અને તેને તુછ નાદ નિકળવા માંડ્યો. એક વખતે કૃષ્ણ રેગને નાશ કરનારી તે ભેરી વગડાવી. તે વખતે તેને નાદ સભામાં જરા પણ પ્રસર્યો નહિ. આથી કૃષ્ણ ભેરીના પાલકને પૂછયું કે, આ ભેરી આવી કેમ થઈ ગઈ?” એમ કહી તેને માર્યો એટલે