________________
૩૦
પ્રભુનાં આવાં વચન સાંભળી કૃષ્ણે સ્મશાનમાં જઈ ને પેાતાના ભાઈના શરીરને અગ્નિસંસ્કાર કર્યો અને પછી પેાતે પેાતાની નગરીમાં પેઠા. કૃષ્ણને નગરીમાં પેસતા જોઈ તે સેામ બ્રાહ્મણ આકુલ વ્યાકુલ થઈ ગયો અને તેનુ હૃદય ફાટવાથી તે મૃત્યુ પામી નરકે ચાલ્યા ગયા. તે મરી ગયેલા બ્રાહ્મણના શબને પગમાં કઠોર દોરી બાંધી ચાંડાલેાને સોંપી દીધુ. દરેક ચૌટે તેને ગુને જાહેર કરી તે શઅને ફેરવવામાં આવ્યું, પછી તેને ખાઈમાં નાંખી દીધું, જ્યાં તે ગીધ, શ્વાન વિગેરેથી લક્ષણ થઈ ગયું. તેના શાકથી જેમને વૈરાગ્ય થયેલા છે. એવા ઘણા યાદવેાએ તત્કાલ સંસારને ઉચ્છેદ કરનારી દીક્ષા લીધી. તેમજ વસુદેવ વિના દશાોએ પણ પ્રભુની પાસે દીક્ષા લીધી. માતા શિવાદેવી મીન કૃષ્ણના પુત્રો, રાજીમતી અન્ય યાદવેાની સ્ત્રીએ અને બીજા યાદવેાના કુમારેએ પણ દીક્ષા લીધી. કૃષ્ણે કન્યાએ ના વિવાહ ન કરવાના પચ્ચક્ખાણ લીધાં. કનવતા, રાહિણી અને દેવકી સિવાય બીજી અલદેવ તથા વાસુદેવની માતાઓએ અને ઘણા ભ્રાતાઓએ દીક્ષા લઈ પરલાકનું સાધન પ્રાપ્ત કર્યું. નવતી કે જે ગૃહાવાસમાં રહેલ હતી, તેને આ સંસારની સ્થિતિ ચિંતવતા ઉજવલ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ. સ્વામીથી જણાવાયેલ દેવતાઓએ તેના અદ્ભુત મહિમા કર્યો. દેવતાએ તેણીને મુનિવેષ આપ્યો, પછી તેણે પોતાની મેળે દીક્ષા લીધી. છેવટે અનશન કરી કનવતી માન્ને ગઈ. રામનેા પુત્ર નૈષધી સાગરચંદ્ર નામે હતા, તે વૈરાગ્યથી શ્રાવકપણામાં પ્રતિમાધારી થઈ ને