________________
૩૧૯ લઈમેટી ઉત્કંઠાથી પિતાના ભાઈ શ્રી નેમિનાથને વંદના કરવા જતા હતા. માર્ગમાં જતાં તેણે એક દરિદ્રી વૃદ્ધ બ્રાહ્મણને જે. તેણે પોતાને માથે ઉપરાઉપરી એક એક ઈંટ લીધેલી હતી. એવી રીતે તેને હેરાન થઈ એક એક ઈંટ માથે ઉપાડી જતો જોઈ કૃષ્ણને દયા ઉપજી કૃષ્ણ તેના ઇંટોના સંચયમાંથી એક ઈટ ઉપાડી, પછી બીજા રાજાઓએ અને બધા પાળાઓએ એક એક ઈંટ ઉપાડી એટલે તે વૃદ્ધ બ્રાહ્મણ ખુશી થયું. તેને ખુશી કરી કૃષ્ણ સહસાગ્ર વનમાં આવ્યા અને તેમણે શ્રી નેમિનાથ પ્રભુને પરમ ભક્તિથી વંદના કરી પૂછ્યું કે, “સ્વામી, મારે નાનો ભાઈ ગજસુકુમાર કયાં છે ?” પ્રભુ બેલ્યા, “તે ઉપસર્ગને સહન કરી મોક્ષે ગયેલ છે. તે સાંભળી કૃણને ભારે મૂચ્છ આવી ગઈ. થોડી વારે ભાન આવતાં તેમણે મેહથી લાંબા વખત વિલાપ કરવા માંડ્યો. મેહ સર્વને દુરતિકમ છે.” પ્રભુ બોલ્યા, “કૃષ્ણ તમારા ભ્રાતાનાં વધ કરનારની ઉપર તમે ઠેષ કરશે નહિ, કારણ કે, તમારા ભાઈને મેક્ષ ગતિ મેળવવામાં તે સહાયકારી થયે હતા. જેમાં તે વૃદ્ધ બ્રાહ્મણ તમારી સહાય મેળવી લાંબે કાળે થાય તેવા પોતાના ઘરના કામને તત્કાલ કરી શક હતા. કુણે ફરીથી પૂછયું, તેને મારે શી રીતે ઓળખવો ? પ્રભુ બોલ્યા, “કૃષ્ણ, તમને નગરીમાં પેસતા જોઈને જે ઘણે આકુલ વ્યાકુલ થયેલે, હૃદયમાં ક્ષેભ પામી અને પાપથી પૂરાઈને જે મૃત્યુ પામે તે તમારા ભાઈનો હણનાર ઓળખી લે. તે પોતે જ પાપનું ફળ મેળવનારે થશે?