________________
૩૧૭ સાંભળી ભાગ્યનું ગૃહરૂપ કૃષ્ણ બોલ્યા, “માતા, કાંઈ પણ ચિંતા કરે નહિ. ભાઈઓને લાલન કરવામાં કૌતુકી એવો હું પણ તે વિષે યત્ન કરીશ.” આ પ્રમાણે કહી કૃષ્ણ ત્યાંથી જઈ પૌષધ લઈ અને બ્રહ્મચર્ય રાખી ઈદ્રિના સેનાપતિ એવા નેગમેલી દેવનું આરાધન કરવા લાગ્યું. ત્રણ ઉપવાસ કર્યો ત્યાં તે દેવ પ્રસન્ન થયે અને આવીને બોલ્યો, “મિત્ર, વર માંગ, તારી ઇચ્છા પૂરી કરૂં.” કૃષ્ણ કહ્યું, “દેવકીના ઉદરથી એક મને સુંદર ભાઈ આપે.” દેવ બોલ્યો, “દેવકીના ઉદરમાંથી તમારે એક સહેદર ભાઈ થશે, પણ તે યૌવન વયમાં આવશે ત્યારે દીક્ષા લેશે.” કૃણે કહ્યું, “તેમ થાઓ.” પછી દેવ “તથાસ્તુ કહી જેમ આવ્યો હતે, તેમ ચાલે ગયે.
પછી કેટલેક દિવસે તે દેવ સ્વર્ગમાંથી ચવીને હિંસ જેમ માનસરોવરમાં આવે તેમ દેવકીના ઉદરમાં અવતર્યો. જ્યારે સમય થયે ત્યારે પૃથ્વી જેમ કાંતિવાલા માણિજ્યને જન્મ આપે તેમ આધિ રહિત એવી દેવકીએ પૂર્ણ ગુણવાલા પુત્રને જન્મ આપે. મૂર્તિથી જાણે બીજા કૃષ્ણ હોય તેવા તે પુત્રનું નામ ગજસુકુમાર પાડયું. દેવકી હર્ષથી તેનું પાલન કરવા લાગી. વસુદેવ વિગેરેના ખોળેથી ખેળે લેવાતે તે બાળક બીજના ચંદ્રની જેમ બધાઓને નેત્રના ઉત્સવને માટે થઈ રહ્યો. અનુક્રમે વધતે તે બાળક ઘૂંટણીએ ચાલવા લાગે અને માતપિતાના મનેરની સાથે વધવા લાગ્યા. - જ્યારે તે મોટી ભુજાવાલે યુવાન થયું ત્યારે કૃષ્ણના આદેશથી દુમ નામના રાજાની પ્રભાવતી નામની પુત્રીની સાથે તેને વિવાહ કરવામાં આવ્યો. વલી સોમશર્મા