________________
૩૧૨
પડે છે. તમે આપણા સ્વામીરૂપ કૃષ્ણની સાથે આ ઘણું અનુચિત કામ કર્યું છે. હવે મારે કૃષ્ણને હમણાં જ પ્રસન્ન કરવું પડશે.” આ પ્રમાણે કહી કુતા રથમાં બેસી દ્વારકામાં આવી. કૃષ્ણ સામા આવી પિતાની નગરીમાં તેને પ્રવેશ કરાવ્યું. કુંતા સ્નાન ભજન વિગેરે બધું કામ કરી સ્વચ્છ થઈ કૃષ્ણ પ્રત્યે બેલી, “ભાઈ કૃષ્ણ, તમે મારા પુત્રોને તમારી ભૂમિમાંથી કાઢી મૂક્યા તે હવે તે કયે સ્થાને જઈ રહેવાના? આ અર્ધ ભરતને તે તમે વશ કરેલું છે, તેથી તમે તેમને એવું કેઈ સ્થાન આપ કે જ્યાં તેઓ જઈને રહે.” કૃષ્ણ બેલ્યા, “તેઓ પૂર્વ સમુદ્રને કાંઠે મથુરા નામે નવું નગર વસાવીને તેમાં રહે.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી કુંતા ઘેર આવી અને તેણીએ પિતાના પુત્રોને તે કૃષ્ણની આજ્ઞા કહી સંભળાવી. પછી પાંડવોએ તે પ્રમાણે કર્યું. સ્વામીની આજ્ઞા અતિશય બળવાન છે.
કૃષ્ણ હસ્તિનાપુર રાજ્ય પિતાના ભાણેજના પુત્ર અભિમન્યુને કુમારને આપ્યું અને તેણે તે રાજ્યનું ચિરકાલ પાલન કર્યું.
इति प्रद्युम्न चरिते महाकाव्ये द्रौपदी हरण श्रीकृष्णपांडवाऽ मरकंका गमन-द्रौपदी समानयन-पांडव देशाटनप्रदान द्वारकासमागमन वर्णनो नाम त्रयोदशः सर्ग: ॥ १३ ॥
ગયા ભવમાં કે આ ભવમાં કરેલાં છેટાં કામે વારંવાર છે નિંદુ છું, ધર્મ અનુષ્ઠાનાદિ શુભ કાર્યોની પ્રશંસા કરું છું. !