________________
चतुर्दश सर्गः દેવકીના છ પુત્રને અધિકાર–ગજસુકુમાલને અધિકાર-સાગરચંદ્રનું ચરિત્ર-દેવતાની પરીક્ષા-ભેરીનું સમર્પણ-ધવંતરિ તથા વૈતરિણું વૈદ્યોને અધિકાર
અને તંદણ કુમારને અધિકાર. હજારે કારણોથી સૂર્યની જેમ પૃથ્વીને વિહારથી પવિત્ર કરતા શ્રી નેમિનાથ ભગવાન ભલિપુરમાં આવી ચડ્યા. તે નગરમાં વ્યવહારિજમાં મુગટમણિનાગ નામે એક ધનવાન ગૃહસ્થ રહેતા હતા. તેને ધર્મ કર્મમાં પ્રમાદ રહિત એવી સુલના નામે પ્રિયા હતી. તે નાગ અને સુલસા દંપતીને અનુક્રમે અધિક સંપત્તિવાલા છ પુત્રો થયા. તેઓને મેટા શ્રીમંતની બત્રીશ કન્યાઓની સાથે પરણાવ્યા. દેવતાઓ જેમ દેવીઓની સાથે ભોગ ભોગવે તેમ તેઓ બત્રીશ મહેલમાં રહેલી તે બત્રીશ સ્ત્રીઓની સાથે મેહવાલા ચિરકાલ ભોગ ભેગવતા હતા. તેઓએ શ્રી નેમિ પ્રભુની ઉપદેશવાણી સાંભળી દક્ષા ગ્રહણ કરી, અને અનુક્રમે ગુરૂની સેવાથી તેઓ દ્વાદશાંગીને ધારણ કરનારા થયા. તેઓને દીક્ષા આપ્યા પછી નેમિ પ્રભુ દ્વારિકામાં આવ્યા. ત્યાં સહસ્ત્રાવન નામે ઉદ્યાનમાં સમેસર્યા. તે સુલસાના છ પુત્ર કે જેઓ હમેશાં છઠ્ઠ કરતા હતા, તેઓ બે બેની ત્રણ જોડી થઈ ભિક્ષા લેવાને દ્વારિકામાં ગયા. તેમાં અનીયશા અને અનંતસેન નામે બે મુનિઓ કે જેમની કાંતિ ભમરાના જેવી કાળી છે, તેઓ જાણે બીજા કૃષ્ણ હોય, તેમ દેવકીને ઘેર આવ્યા.