________________
૩૧૧ એટલે તે વિચારવા લાગ્યા કે, “અહા ! પાંડવો શું મારાથી પણ બળવાન કે જેઓ વહાણ વિના ભુજાના બળથી આ ગંગાનદી ઉતરી ગયા ? પછી થાકી ગયેલા કૃષ્ણને ગંગાદેવીએ તલીયું (સ્થાન) આપ્યું. ક્ષણવાર વિશ્રાંત થઈ પછી કૃષ્ણ ગંગા નદીને ઉતરી ગયા. કૃણે આવી પાંડવોને પૂછ્યું કે, “તમે ગંગા કેવી રીતે ઉતરી શક્યા ?” પાંડે હસતા હસતા બોલ્યા, “પ્રભુ, અમે નાવથી ઉતર્યાં. કૃષ્ણ કહ્યું, “તમે મારે માટે નાવ કેમ ન મોકલ્યું ?” પાંડ બોલ્યા, “તમારા બળની પરીક્ષા કરવાને માટે અમે વહાણ મોકલ્યું ન હતું. તે સાંભળી કૃષ્ણ રાતી આંખે કરી બોલ્યા, “અહા ! પદ્મનાભને જીત્યે તો પણ તમે મારૂં બળ જાણ્યું ન હતું કે પાછું આ નદીને કરવામાં બળ જાણવાની ઈચ્છા થઈ?” આ પ્રમાણે કહી કૃષ્ણ ક્રોધથી હાથમાં લેઢાને દંડ લીધે અને તે પાંચ પાંડવોના રથ ક્ષણમાં ભાંગી નાંખ્યા અને આજ્ઞા કરી કે, “તમારે મારી ભૂમિમાં રહેવું નહિ.” પછી કૃષ્ણ રથ ભાંગવાની નીશાની તરીકે ત્યાં રથમદન નામે એક નગર વસાવ્યું. પછી પિતાનું સૈન્ય એકત્ર કરી દુંદુભિને વનિ કરતો અને રાજાએએ આપેલી ભેટે લેતે કૃષ્ણ દ્વારિકા નગરીમાં આવ્યું.
પાંડ પણ પિતાના અપરાધની નિંદા કરતા પિતાને નગર ગયા અને પિતાને કૃષ્ણની સાથે જે વૃત્તાંત બળે તે પોતાની માતા કુંતાની આગળ કહી સંભળાવ્યું. તે સાંભળી કુંતા બેલી, પુત્રો, આ બાબત તો તમે જ અપરાધી છો કારણ કે, પ્રસ્તુત વિના કરેલું હાસ્ય પશ્ચાતાપને માટે થઈ