________________
૩૧૦ સમુદ્રની મધ્યે દુર આવેલા અને ઘેર જવા ઉત્કંઠિત થઈ રહેલા અને તમારા વચનથી પૂજાએલા તેઓ હવે વિલંબને સહન કરી શકશે નહિ. એથી આ ઉદ્ધત વનિ સાંભળી તે વિષે કાંઈ બોલવું નહિ.” પછી કપિલ વાસુદેવ કંકાપુરી પ્રત્યે પાછો વળે.
અને કપિલ વાસુદેવે આવીને પદ્મને કહ્યું કે, “અરે દુરાત્મા, તે આ લોક અને પરલેકને નાશ કરનારૂં પરસ્ત્રી હરણનું પાપ કરેલું છે. માટે તું રાજ્યને લાયક નથી.” આ પ્રમાણે વચનથી તિરસ્કાર કરી તેને દેશપાર કર્યો અને તેના યેષ્ઠ પુત્રને રાજ્ય ઉપર બેસા.
સમુદ્રને ઉતરી પાંડવોને કહ્યું કે, હું પેલા સુસ્થિત દેવની રજા લઈને ઉતાવળે આવીશ. ત્યાં સુધીમાં તમે મારી આજ્ઞાથી આ ગંગા નદી ઉતરી જાઓ.” પછી તેઓ વહાણ ઉપર બેસી ગંગાની પેલે પાર ઉતરી ગયા. પિતાનું કાર્ય સિદ્ધ થવાથી તેઓ હર્ષ પામી પરસ્પર કહેવા લાગ્યા કે, “આપણું વહાણ અહીં ઉભું રાખે, આપણે અહીં રહી વાસુદેવનું બળ જોઈએ. કૃષ્ણની પાસે વહાણ નથી તો તેઓ વહાણ વિના આ ગંગા નદીને શી રીતે ઊતરશે ? આવું ધારી તેઓ વહાણને છુપાવી ગંગાના કાંઠા ઉપર સંતાઈને ઉભા રહ્યા. કૃષ્ણ પેલા સુસ્થિત દેવની રજા લઈ કૃતાર્થ થઈ ગંગાને કાંઠે ઉભે રહ્યો, પણ કેઈ નાવ જોવામાં આવ્યું નહિ. પછી કૃષ્ણ એક હાથે અશ્વ સહિત રથ ઉપાડી બીજે હાથે ગંગાના પ્રવાહ ઉપર તરવા લાગ્યું. જ્યારે ગંગાના મધ્ય ભાગે આવ્યું ત્યારે તેને થાક લાગી ગયે.